Home> Business
Advertisement
Prev
Next

બજેટ બાદ સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો, જાણો આજની કિંમત

શનિવાર બાદ રવિવારે પણ પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. 

બજેટ બાદ સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો, જાણો આજની કિંમત

નવી દિલ્હીઃ બજેટ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારે ઘટોડો થયો હતો. ત્યારબાદ રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. તો ડીઝલના ભાવમાં શુક્રવારથી કોઈ ફેરફાર થયો નથી. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 70.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. તો ડીઝલની કિંમત 65.71 રૂપિયા પ્રતિ લીટર છે. 

દિલ્હી
પેટ્રોલઃ 70.74
ડીઝલઃ 65.71

મુંબઈ
પેટ્રોલઃ 76.37
ડીઝલઃ 68.71

કોલકત્તા
પેટ્રોલઃ 72.84
ડીઝલઃ 67.49

ચેન્નઈ
પેટ્રોલઃ 73.43
ડીઝલઃ 69.41

કેમ નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયાની કિંમતના આધાર પર દેશમાં પેટ્રેલ-ડીઝલના ભાવ નક્કી થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More