Home> Business
Advertisement
Prev
Next

રિઝર્વ બેન્કે આપી રાહત, 2000 રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં વધારો, જાણો નવી તારીખ

2000 રૂપિયાની નોટ બદલવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર, 2023 હતી, તેને વધારી 7 ઓક્ટોબર 2023 કરવામાં આવી છે. રિઝર્વ બેન્કે આ માહિતી આપી છે. 

રિઝર્વ બેન્કે આપી રાહત, 2000 રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં વધારો, જાણો નવી તારીખ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટને બદલવા, જમા કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર, 2023થી વધારી 7 ઓક્ટોબર 2023 કરી દીધી છે. નોંધનીય છે કે મે મહિનામાં ભારતીય રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેન્ક તરફથી જાહેર અખબારી યાદી પ્રમાણે, નવી ડેડલાઇન ખતમ થયા બાદ એટલે કે 8 ઓક્ટોબર 2023થી 2000 રૂપિયાની નોટને બેન્કમાં જમા/બજલવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે. 

એકવારમાં 2000 રૂપિયાની બેંકનોટ વધુમાં વધુ 20000 રૂપિયાની મર્યાદામાં બદલી શકાય છે. તમે રિઝર્વ બેન્કના 19 કાર્યાલયોમાં ઈન્ડિયા પોસ્ટના માધ્મયથી 2000 રૂપિયાની નોટ મોકલી શકો છો. આ કાર્યાલયમાં 2000ની બેંક નોટ કોઈ મર્યાદા વગર જમા કરી શકાય છે.

જો 7 ઓક્ટોબર સુધી કોઈ બેન્ક 2000 રૂપિયાની નોટને બદલવા કે જમા કરવાની ના પાડે તો તમે રિઝર્વ બેંકની વેબસાઇટ પર તેની ફરિયાદ કરી શકો છો. જો બેન્ક ફરિયાદ નોંધાયાના 30 દિવસની અંદર જવાબ આપવામાં નિષ્ફળ રહે કે ફરિયાદી બેંકની પ્રતિક્રિયા કે સમાધાનથી અસંતુષ્ટ રહે તો ગ્રાહક આ પ્રક્રિયાને આગળ વધારી શકે છે. ગ્રાહક રિઝર્વ બેન્કના લોકપાલને ફરિયાદ કરી શકે છે.

કેન્દ્રીય બેન્કે આપી જાણકારી
સેન્ટ્રલ બેંકે 30 સપ્ટેમ્બરે અખબારી યાદીમાં જણાવ્યું કે તેણે સમીક્ષાના આધાર પર એક સપ્તાહનો વધારાનો સમય આપવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકે કહ્યું કે વાપસી પ્રક્રિયાનો નક્કી સમય સમાપ્ત થવાનો છે. એક સમીક્ષાને આધાર પર તે નિર્ણય લેવામાં આવ્યો કે 2000 રૂપિયાની નોટને જમા કરાવવા કે બદલવાની વર્તમાન વ્યવસ્થાને 7 ઓક્ટોબર 2023 સુધી યથાવત રાખવામાં આવે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More