Home> Business
Advertisement
Prev
Next

PM Kisan Yojana : સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાની જોઈ રહ્યાં છો રાહ, જાણી લો ખેડૂતોના ખાતામાં કયારે આવશે 2000 રૂપિયા

જો તમે પીએમ કિસાન યોજનાની 2000 રૂપિયાની રકમ મેળવવા માટે પાત્ર છો અને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી, તો તમે 13મા હપ્તાથી વંચિત રહી શકો છો. શક્ય તેટલી વહેલી તકે આગામી હપ્તાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.

PM Kisan Yojana : સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાની જોઈ રહ્યાં છો રાહ, જાણી લો ખેડૂતોના ખાતામાં કયારે આવશે 2000 રૂપિયા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અપડેટ મુજબ જાન્યુઆરી મહિનામાં જ કોઈપણ તારીખે 2 હજાર રૂપિયાની રકમ ખાતામાં આવી શકે છે. સરકારે પહેલી જાન્યુઆરીએ જ 9મો હપ્તો જાહેર કર્યો છે. આવી સ્થિતિમાં 8 કરોડથી વધુ ખેડૂતો સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પીએમ કિસાન યોજનાની રકમ મેળવવા માટે કરો આ કામ
જો તમે PM કિસાન યોજનાની 2000 રૂપિયાની રકમ માટે પાત્ર છો તેમ છતાં તમે e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો તમે 13મા હપ્તાથી વંચિત રહી શકો છો. શક્ય તેટલી વહેલી તકે આગામી હપ્તાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.

જણાવી દઈએ કે ખેડૂતોના જમીનના રેકોર્ડની ચકાસણી ઝડપથી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પીએમ કિસાન યોજનાનો ખોટી રીતે લાભ લેવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સરકાર આવા લોકો સામે કડક છે. 12મા હપ્તા દરમિયાન માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ 21 લાખથી વધુ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ મોટા પાયે નામો કાઢી નાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ

ગેરકાયદેસર લાભાર્થીઓને મોકલવામાં આવી રહી છે નોટિસ 
તમને જણાવી દઈએ કે જમીનના રેકોર્ડની ચકાસણીમાં નકલી મળી આવતા લોકોને સરકાર સતત નોટિસ મોકલી રહી છે. આવા લોકોને હવે પીએમ કિસાન યોજના હેઠળ લીધેલી રકમ પરત કરવાની સૂચના આપવામાં આવી છે. જો આમ નહીં થાય તો આવા લોકોને કાર્યવાહી માટે પણ તૈયાર રહેવા જણાવ્યું છે.

ખેડૂતો અહીં સંપર્ક કરી શકે છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તા અંગે, ખેડૂતો સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. અહીં ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ દેશની આ 3 સરકારી બેંકો FD પર આપી રહી છે સૌથી ઉંચો વ્યાજદર, તમે પણ મેળવો ફાયદો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More