Home> Business
Advertisement
Prev
Next

અઠવાડિયાના પ્રથમ દિવસે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, જાણો તમારા શહેરોનો ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાના ટ્રેંડથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બ્રેંટ ક્રૂડભા ભાવ 65 રૂપિયા પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયા છે. 

અઠવાડિયાના પ્રથમ દિવસે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી આગ, જાણો તમારા શહેરોનો ભાવ

અમદાવાદ: અઠવાડિયાની શરૂઆતમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવે સામાન્ય જનતાને આકરો ઝટકો આપ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે તો બીજી તરફ ડીઝલ 13 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાના ટ્રેંડથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બ્રેંટ ક્રૂડભા ભાવ 65 રૂપિયા પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયા છે. 

RBIનું મોટું Alert : આ એપ ભુલથી પણ ડાઉનલોડ થશે તો ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ

ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું 
બજારના વિશેષજ્ઞોનું કહેવું છે કે હાલ આ ટ્રેંડ ચાલુ રહેશે, કારણ કે OPEC અને ઓઇલ ઉત્પાદક અન્ય દેશોએ ઉત્પાદન ઓછું કરી દીધું છે. ઓપેક દેશ તરફથી ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડાના નિર્ણયથી તેના ભાવમાં તેજી દૌર ચાલી રહ્યો છે. 

જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 68.45 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.05 રૂપિયા પ્રતિ લીટર

ગાંધીનગર
પેટ્રોલ: 68.58 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.85 રૂપિયા પ્રતિ લીટર

સુરત
પેટ્રોલ: 68.53 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.29 રૂપિયા પ્રતિ લીટર

વડોદરા
પેટ્રોલ: 68.21 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.68 રૂપિયા પ્રતિ લીટર

રાજકોટ
પેટ્રોલ: 68.51 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.26 રૂપિયા પ્રતિ લીટર

શું કરશો જ્યારે Credit card પેમેંટ ડ્યૂ થાય, અને પેમેંટ માટે બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય?

સાઉદી-રૂસે ઉત્પાદનમાં કરો મોટો ઘટાડો
ઓપેકના સૌથી મોટા તેલ આપૂર્તિકર્તા દેશ સાઉદી અરબે માર્ચ સુધી પોતાના ઉત્પાદનમાં 5 લાખ બેરલ પ્રતિ દિવસના ઘટાડાની જાહેરાત કરી છે. રૂસે પણ પોતાના ઉત્પાદનમાં મોટા ઘટાડાની તૈયારી કરી છે. તેની અસર ક્રૂડ ઓઇલના ભાવ પર પડશે. ત્યારબાદ ઘરેલૂ બજારમાં ભાવ વધશે તે નક્કી ગણવામાં આવી રહ્યું છે. 

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

LIC ના ગ્રાહકો માટે મોટા સમાચાર, ફસાઇ શકે છે તમારા પૈસા, 1 માર્ચ પતાવી દો આ કામ

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More