Home> Business
Advertisement
Prev
Next

Mutual Fund માંથી પૈસા કાઢવામાં નહી લાગે સમય, જાણો શું છે સરળ રીત

જો તમે મ્યુચુઅલ ફંડના યૂનિટ રિડીમ કરવા માંગો છો એટલે કે તમારા પૈસા કાઢવા માંગો છો તો તેની પ્રક્રિયા તમે કોઇપણ બિઝનેસ દિવસથી શરૂ કરી શકો છો.

Mutual Fund માંથી પૈસા કાઢવામાં નહી લાગે સમય, જાણો શું છે સરળ રીત

નવી દિલ્હી: બેંકોની ફિક્સડ ડિપોઝિટથી ઘણું સારું વળતર આપનાર ઇક્વિટી મ્યુચુઅલ ફંડ રોકાણકારોને ગમે છે. તેનું કારણ એ નથી કે તેમાં રોકાણ કરવું સરળ છે પરંતુ તેનાથી ઝટપટ પૈસા પણ નિકાળી શકો છો. જો તમે ફક્ત એટલા માટે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરતા નથી કે તેમાં પૈસા કાઢવા મુશ્કેલ છે તો આવો અમે તમારી આ મુશ્કેલીને સરળ બનાવી દઇશું. તેની પ્રોસેસ ખૂબ જ સરળ છે, તમે પણ અપનાવી જુઓ.

મ્યુચુઅલ ફંડ યૂનિટ રિડીમ કરવાની રીત
જો તમે મ્યુચુઅલ ફંડના યૂનિટ રિડીમ કરવા માંગો છો એટલે કે તમારા પૈસા કાઢવા માંગો છો તો તેની પ્રક્રિયા તમે કોઇપણ બિઝનેસ દિવસથી શરૂ કરી શકો છો. જો તમે પોતે આ કામ કરવા માંગો છો તો તમારે મ્યુચુઅલ ફંડ કંપનીની વેબસાઇટ પરથી પહેલાં ટ્રાંજેક્શન સ્લિપ ડાઉનલોડ કરવી પડશે. આ રિડેંપ્શન એપ્લિકેશનને મ્યુચુઅલ ફંડ કંપનીના ઓફિસમાં જવા કરાવી શકો છો. તમે ઇચ્છો તો મ્યુચુઅલ ફંડ કંપનીઓની ઓનલાઇન સુવિધાનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણી મ્યુચુઅલ ફંડ કંપનીઓ પોતાની વેબસાઇટ દ્વારા ઓનલાઇન રિડેંપ્શન (મ્યુચુઅલ ફંડ યૂનિટ આકર્ષવા)ની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. જો તમે ઓનલાઇન પોર્ટલ દ્વારા રોકાણ કર્યું છે તો તમે ઓનલાઇન ફેસિલિટીનો ઉપયોગ કરતાં યૂનિટ રિડીમ કરી શકો છો.

શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ, સેંસેક્સ 15 પોઈન્ટ મજબૂત, નિફ્ટી 10,600ને પાર

એકાઉંટમાં પૈસા આવતાં લાગેતો ફક્ત આટલો સમય
જો તમે લિક્વિડ અથવા ડેટ ઓરિએંટેડ મ્યુચુઅલ ફંડોમાં રોકાણ કર્યું છે તો તમને એકથી બે દિવસમાં પૈસા મળી જશે. ઇક્વિટી ફંડોના પૈસા 4-5 દિવસ્માં રોકાણકારોના એકાઉંટમાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો તમે ઇક્વિટી ફંડોમાં રોકાણ કર્યું છે અને યૂનિટ ખરીદવાના 365 દિવસોમાં તેને રિડીમ કરી રહ્યા છે તો તમારે 1%નો એક્ઝિટ લોડ આપવો પડી શકે છે. લિક્વિડ ફંડ, અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સ વગેરે કોઇ એક્ઝિટ લોડ લાગતો નથી. 

તમારી પાસે આ રીતે આવે છે મ્યુચુઅલ ફંડના પૈસા
મ્યુચુઅલ ફંડના યૂનિટ રિડીમ કરવાથી પ્રાપ્ત થનાર પૈસા સીધા તમારા બેંક એકાઉંટમાં આવે છે જો તમે રોકાણ વખતે બેંકની બધી ટિડેટ આપી છે. જો મ્યુચુઅલ ફંડ કંપનીની પાસે તમારી બેંકની ડીટેલ નથી તો પછી તમને ચેક વડે પૈસા મોકલવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More