Home> Business
Advertisement
Prev
Next

Bank Locker Rules: બેન્કના લોકરમાંથી ચોરી થાય કીમતી સામન તો વળતર કોણ આપે ? જાણો શું છે નિયમ

Bank Locker Rules: શું તમે એ વાત જાણો છો કે બેન્કના લોકરમાં રાખેલી કીમતી વસ્તુઓ ચોરી થઈ જાય તો તેની જવાબદારી કોની હોય? જો તમે એવું વિચારતા હોય કે જવાબદારી બેન્કની હોય તો તમે ખોટું વિચારી રહ્યા છો. બેન્કના લોકરમાં રાખેલી કીમતી વસ્તુઓની જવાબદારી સંપૂર્ણ રીતે બેન્કની નથી હોતી. 

Bank Locker Rules: બેન્કના લોકરમાંથી ચોરી થાય કીમતી સામન તો વળતર કોણ આપે ? જાણો શું છે નિયમ

Bank Locker Rules: મોટાભાગના લોકો ઘરમાં સોના, ચાંદીના ઘરેણા અને કીમતી વસ્તુઓ રાખવાનું ટાળતા હોય છે. આવી વસ્તુઓ લોકો બેન્કના લોકરમાં રાખે છે. તેવામાં શું તમે એ વાત જાણો છો કે બેન્કના લોકરમાં રાખેલી કીમતી વસ્તુઓ ચોરી થઈ જાય તો તેની જવાબદારી કોની હોય? જો તમે એવું વિચારતા હોય કે જવાબદારી બેન્કની હોય તો તમે ખોટું વિચારી રહ્યા છો. બેન્કના લોકરમાં રાખેલી કીમતી વસ્તુઓની જવાબદારી સંપૂર્ણ રીતે બેન્કની નથી હોતી. બેન્ક કેટલીક વિશેષ પરિસ્થિતિમાં તમારા નુકસાનનું વળતર આપે છે પરંતુ તેના માટે પણ અલગ અલગ નિયમો છે.  

આ પણ વાંચો:

આ ફૂલની ખેતી તમને બનાવી શકે છે કરોડપતિ! કમાણી કરવાનો સૌથી સરળ રસ્તો

1 વર્ષમાં પૈસા ડબલ, હવે કંપનીએ 1 બોનસ શેર આપવાની કરી જાહેરાત, જાણો વિગત

RBIએ 500ની નોટો ગાયબ થવા મામલે કરી સ્પષ્ટતા, કહ્યું કે RTI નું કરાયું ખોટું અર્થઘટન

લોકરમાં રાખેલા સામાન માટે બેન્ક જવાબદાર નથી

જ્યારે કોઈ વ્યક્તિ બેન્કમાં લોકર રેન્ટ પર લે છે તો બેન્ક અને લોકર લેનાર વચ્ચે એગ્રીમેન્ટ થાય છે. જેને મેમોરેન્ડમ ઓફ લેટિંગ કહેવાય છે. આ એગ્રીમેન્ટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હોય છે કે, વરસાદ, આગ, ભૂકંપ, પૂર, વીજળી, નાગરિક વિદ્રોહ, યુદ્ધ, રમખાણ જેવા કારણો કે જે બેન્કના નિયંત્રણની બહાર છે તેવી સ્થિતિમાં લોકરમાં રાખેલા સામાન નું નુકસાન થાય તો તેના માટે બેન્ક જવાબદાર નહીં હોય. આ એગ્રીમેન્ટમાં એ પણ સ્પષ્ટ રીતે લખેલું હોય છે કે તમારા સામાનની સુરક્ષા માટે બેન્ક સંપૂર્ણ સાવધાની રાખશે અને સારામાં સારી વ્યવસ્થા કરશે પરંતુ લોકરમાં રાખેલા સામાન્ય સંપૂર્ણ જવાબદારી બેન્ક લેતી નથી. 

આરબીઆઈ નો નવો નિયમ

બેન્કમાં લોકર વ્યક્તિઓની સતત વધતી ફરિયાદોના કારણે આરબીઆઈ એ નવા નિયમ જાહેર કર્યા છે. આ નિયમ એક જાન્યુઆરી 2022 થી લાગુ થયા છે. આ નિયમ અનુસાર કોઈપણ બેન્ક એવું ન કહી શકે કે લોકરમાં રાખેલા સામાનની જવાબદારી તેમની નથી. ચોરી, છેતરપિંડી, આગ જેવી સ્થિતિમાં બેન્કની જવાબદારી લોકરના વાર્ષિક ભાડા ના 10 ગણા જેટલી હશે. સાથે જ બેન્કે લોકરની સુરક્ષા માટે જરૂરી પગલાં પણ ભરવા પડશે. 

આ સાથે જ લોકર રૂમમાં આવનાર અને જનાર દરેક વ્યક્તિની નિગરાની સીસીટીવીથી કરવી જરૂરી છે. આ સીસીટીવી ફૂટેજના 180 દિવસ સુધીનો ડેટા સ્ટોર કરીને રાખવો પડશે. લોકરના સામાનની ચોરી કે તેને નુકસાનમાં જો બેન્કના કર્મચારીને મીલીભગત હોય અથવા તો બેન્કની સુરક્ષા વ્યવસ્થામાં ખામીના કારણે લોકરમાં રાખેલા સામાનની નુકસાની થાય તો તેના માટે બેન્કને જવાબદાર માનવામાં આવશે અને બેન્ક તેની ભરપાઈ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More