Home> Business
Advertisement
Prev
Next

Amazonના jeff bezos જેટલા અબજોપતિ બનવાના ચાર ખાસ મંત્ર  

અમેઝોનના CEO જેફ બેજોસની ગણતરી દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ તરીકે થાય છે. જેફ બેજોસ (Jeff Bezos) અમેઝોન (Amazon)ના ફાઉન્ડર અને સીઈઓ છે. 

Amazonના jeff bezos જેટલા અબજોપતિ બનવાના ચાર ખાસ મંત્ર  

નવી દિલ્હી : અમેઝોનના CEO જેફ બેજોસની ગણતરી દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ તરીકે થાય છે. જેફ બેજોસ (Jeff Bezos) અમેઝોન (Amazon)ના ફાઉન્ડર અને સીઈઓ છે. તેમનો જન્મ ન્યૂ મેક્સિકો (New Mexico) માં થયો અને પાલન પોષણ હસ્ટન (Houston)માં થયો. વર્ષ 1986માં તેમણે પ્રિંસટન યૂનિવર્સિટી (Princeton University) ગ્રેજ્યુએશન કર્યું.  વર્ષ 1994 માં તેમણે અમેજોનની શરૂઆત કરી. પહેલાં આ કંપનીનું નામ કૈડેબ્રા (Cadabra) ત્યારબાદ બદલીને અમેઝોન (Amazon) કરવામાં આવ્યું. કારણ કે જેફના એક સાથીએ કંપનીનું નામ કૈડેબ્રાના લીધે કૈડેવર વાંચ્યું હતું. શરૂઆતમાં અમેઝોન પર ફક્ત પુસ્તકો વેચાતા હતા, તેની સાથે જ જેફ એક (Bezo's Garage) ગેરેજમાં કામ કરતા હતા. આ સાથે-સાથે તે અમેઝોન પર પણ ધીમે-ધીમે વસ્તુઓ સેલ કરવા લાગ્યા. હાલમાં તેમણે એક કાર્યક્રમમાં ધનવાર બનવાના ચાર મંત્ર જણાવ્યા હતા.

1. પેશન : કામ પ્રત્યેનું પેશન જ સફળતાની પહેલી સીડી છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર પ્રમાણે સફળતા બાદ એવા જ લોકો સાથે સ્પર્ધા થાય છે જે તેમના કામ પ્રત્યે પેશનેટ છે. બિઝનેસમાં સફળ થવા માટે લાલચી નહીં પણ મિશનરી બનવું પડશે. 

2. જોખમ ખેડવાની ક્ષમતા : જો તમારી પાસે એવો કોઈ આઇડિયા હોય જેમાં રિસ્ક નહીં હોય તો એ પહેલાં પણ કોઈ અમલમાં મુકી ચુક્યું હશે. આ  સંજોગોમાં તમારો આઇડિયા એક પ્રયોગ બની જશે. હંમેશા જોખમ ઉઠાવવા તૈયાર રહેવું જોઈએ અને નિષ્ફળતાની વાત કરવી જોઈએ. 

માત્ર 1299  રૂપિયામાં કરો હવાઇ પ્રવાસ, 2 મોટી એરલાઇન્સે આપી ઓફર

3. નિષ્ફળ થવાનું સાહક : કોઈપણ બિઝનેસમાં નિષ્ફળ થવાની તૈયારી રાખવી જોઈએ. તમે જેટલા નિષ્ફળ થશો એટલી સફળ થવાની સંભાવના વવધી જશે. તમે વારંવાર નિષ્ફળ થાઓ તો એમાંથી બહાર નિકળવાની કલા પણ તમને આવડવી જોઈએ.

4. વધારે સાંભળો : જેફે નિવેદનદ આપ્યું છે કે જેટલા લોકો સફળ થયા છે તેમને વધારે સાંભળવાની આદત છે. તેઓ સતત પોતાની જાતને બદલી રહ્યા છે અને પરિવર્તન સાતે જીવે છે. જે પોતાની જાતને સમય સાથે નહીં બદલે તેઓ નિષ્ફળ જાય એની સંભાવના વધી જાય છે. તેમની ખાસિયત એ છે કે તેઓ કોઈ પક્ષપાતમાં નથી પડતા. 

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More