Home> Business
Advertisement
Prev
Next

Joe Biden ની જેટલી કમાણી, તેનાથી વધારે તો ઈન્કમ ટેક્સ ભરે છે કમલા હેરિસ

રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમની પત્નીએ વર્ષ 2020માં જેટલી કમાણી કરી છે. કમલા હેરિસ અને તેમના પતિએ તેનાથી વધારે તો ટેક્સ આપ્યો છે. અમેરિકાના કાયદા પ્રમાણે ત્યાંના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિના પરિવારે પોતાની નાણાંકીય જાણકારી સાર્વજનિક કરવાની હોય છે.

Joe Biden ની જેટલી કમાણી, તેનાથી વધારે તો ઈન્કમ ટેક્સ ભરે છે કમલા હેરિસ

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે પોતાના ઈન્કમ ટેક્સ રિટર્ન (IT) રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. તેનાથી આ દિલચશ્પ આંકડો સામે આવ્યો છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પત્નીએ વર્ષ 2020માં જેટલી કમાણી કરી છે. તેના કરતાં વધારે ટેક્સ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિએ ભર્યો છે.

જો બાઈડેનની કમાણી કેટલી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસ આંકડા પ્રમાણે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પત્ની શિક્ષક પત્ની જિલની વર્ષ 2020માં કુલ આવક માત્ર 6,07,336 ડોલર હતી. તે વર્ષ 2019માં 9,85,223 ડોલરની સરખામણીએ ઘણી ઓછી છે. આ જોડીએ મળીને વર્ષ 2020માં કુલ 1,57,414 ડોલરનો ટેક્સ આપ્યો.

કમલા હેરિસે કેટલો ટેક્સ ભર્યો
બીજી બાજુ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડાઉગ એમહોફની 2020માં કુલ કમાણી 16,95,225 ડોલર હતી. આ પ્રમાણે તેમણે કુલ 6,21,893 ડોલરનો ટેક્સ ભર્યો અને તેમના માટે પ્રભાવી ટેક્સ રેટ 36.7 ટકા રહ્યો. આ પ્રમાણે હેરિસ કપલે જેટલો ટેક્સ ભર્યો, રાષ્ટ્રપિત જો બાઈડેન અને તેમની પત્નીની કમાણી તેનાથી પણ ઓછી છે.

ચેરિટી માટે પણ આપી રકમ
ઉલ્લેખનીય છે કે અમેરિકાના કાયદા પ્રમાણે ત્યાંના રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિના પરિવારને પોતાની નાણાંકીય જાણકારી સાર્વજનિક કરવાની હોય છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પત્નીએ 30,704 ડોલરની રકમ ચેરિટી માટે પણ આપી છે. જે તેમની આવકના 5.1 ટકા ભાગ છે. આ સિવાય બંને પરિવારે અલગ-અલગ રાજ્યોમાં પણ ઈન્કમ ટેક્સ ભર્યો છે. રાષ્ટ્રપતિ બાઈડેન અને તેમની પત્નીએ ડેલાવેયરમાં 28.794 ડોલરનો ઈન્કમ ટેક્સ આપ્યો છે. આ પ્રમાણે રાષ્ટ્રપતિના પત્નીએ વર્જિનિયામાં 443 ડોલરનો ઈન્કમ ટેક્સ ભર્યો છે.

કમલા હેરિસ અને તેમના પતિએ કેલિફોર્નિયામાં ઈન્કમ ટેક્સ 1,25,004 ડોલરનો આપ્યો છે. હેરિસના પતિ ડાઉગ એમહોફે કોલંબિયામાં 56,997 ડોલરનો ઈન્કમ ટેક્સ ભર્યો છે. આ દંપતીએ ચેરિટીમાં 27,006 ડોલર પણ આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More