Home> Business
Advertisement
Prev
Next

થોડીવાર થરૂ થશે JioPhone 2 નો ફ્લેશ સેલ, આ રીતે ખરીદો સૌથી પહેલા

તમે સૌથી પહેલાં જિયો ફોન 2 ખરીદવા માંગો છો તો તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન સારી સ્પીડવાળુ હોવું જોઇએ

થોડીવાર થરૂ થશે JioPhone 2 નો ફ્લેશ સેલ, આ રીતે ખરીદો સૌથી પહેલા

નવી દિલ્હી: રિલાયન્સ જિયોના જિયો ફોન (Jio Phone)નું અપગ્રેડ વર્જન જિયો ફોન 2 (JioPhone 2)નો ફ્લેશ સેલ થોડીવાર શરૂ થવાનો છે. જિયો તરફથી જિયો ફોન 2 નો ફ્લેશ સેલ ગુરૂવાર (16 ઓગસ્ટ)ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. જિયોના આ 4G ફિચર ફોનની કિંમત 2,999 રૂપિયા છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન સીએમડી મુકેશ અંબાણીએ જિયો ફોન 2ની જાહેરાત 5 જૂલાઇના રોજ એજીએમ દરમિયાન કરી હતી. જો તમે પણ આ ફોનને ખરીદવા માંગો છો તો જિયોની ઓફિશિયલ વેબસાઇટ (www.Jio.com) લઇ શકો છો. 

જૂના બ્લેકબેરીની માફક
Jio Phone 2 ને જૂલાઇમાં લોંચ કરવામાં આવ્યો હતો. આ ફોન 2017માં આવેલા જિયો ફોનનું અપગ્રેડ વર્જન છે. ફોનમાં મોટા ફેરફાર વિશે વાત કરીએ તો તેમાં ક્વર્ટી કી-પેડ છે. ફોનના લુકની વાત કરીએ તો આ જૂના બ્લેકબેરી ફોનની માફક છે. કંપનીએ તેને 2,999 રૂપિયાની કિંમતમાં લોંચ કર્યો છે. નવા ફોનમાં જૂના જિયો ફોનના મુકાબલે ઘણા નવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 

સ્પેશિફિકેશન
જિયો ફોન 2માં હોરિઝેન્ટલ ડિસ્પ્લે આપવામાં આવી છે. જિયો ફોનની માફક Jio Phone 2 કાઇ ઓપરેટિંગ સિસ્ટમ (Kai OS) પર રન કરે છે. તેમાં 512 એમબી રેમ અને 4 GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડ દ્વારા તેની મેમરીને 128 GB સુધી વધારી શકાય છે. Jio Phone 2 માં વોટ્સઅપ, ફેસબુક અને યૂ-ટ્યૂબની સુવિધા મળશે. જોકે જિયો ફોનના અપગ્રેડ વર્જનમાં પણ જલદી આ સુવિધા મળવાનું શરૂ થઇ જશે.
fallbacks

કેમેરાની વાત કરીએ તો બંને જિયો ફોનમાં 2 MP નો રિયર કેમેરો અને વીજીએ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 2000 mAhની બેટરી આપવામાં આવી છે. રિલાયન્સ જિયોફોન 2માં 4G, વાઇફાઇ, બ્લ્યૂટૂથ, એનસીએફસી અને એફએમ રેડિયો જેવી કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. જિયો ફોનમાં પણ કેનેક્ટિવિટી ફીચર્સ છે.  

આ રીતે સૌથી પહેલાં ખરીદો
જેમ કે તમને જણાવી દઇએ કે 16 ઓગસ્ટના રોજ જિયો ફોન 2 નો સેલ બપોરે 12 વાગે શરૂ થઇ રહ્યો છે. એવામાં તેને ખરીદવાને લઇને ઘણા લોકોની ભીડ જામી છે. જો તમે સૌથી પહેલાં જિયો ફોન 2 ખરીદવા માંગો છો તો તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન સારી સ્પીડવાળુ હોવું જોઇએ અને તમે 12 વાગે તેના માટે પ્રોસેસ શરૂ કરી દો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More