Home> Business
Advertisement
Prev
Next

Jio ના ખુબ જ સસ્તા પ્લાન, Netflix સહિત ઘણી બધી સુવિધાઓ મેળવો મફતમાં 

Jio પાસે અનેક પ્લાન એવા છે જે પોસ્ટપેડ અને પ્રીપેડ પ્લાનના સબસ્ક્રિપ્શન સાથે તમામ ઓફર આપે છે.

Jio ના ખુબ જ સસ્તા પ્લાન, Netflix સહિત ઘણી બધી સુવિધાઓ મેળવો મફતમાં 

નવી દિલ્હી: Jio પાસે અનેક પ્લાન એવા છે જે પોસ્ટપેડ અને પ્રીપેડ પ્લાનના સબસ્ક્રિપ્શન સાથે તમામ ઓફર આપે છે. જેમાં હાઈ સ્પીડ ડેટા, અને મફતમાં ઓટીટી સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ જેવી સુવિધાઓ મફતમાં હોય છે. તેમના કેટલાક પ્રીપેડ પ્લાન યૂઝર્સને Disney+ Hotstar ની સુવિધા આપે છે. રિલાયન્સના એવા સસ્તા પ્લાન છે જે ડેટા સાથે  Netflix, Amazon સાથે ડિઝની હોટસ્ટાર પેકેજ પણ આપે છે. આવો જાણીએ એવા પ્લાન વિશે. 

399નો પ્લાન
આ યૂઝર્સ માટે JioPostPaid Plus નો સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં તમને ત્રણેય Netflix, Amazon Prime અને Disney+ Hotstar મફતમાં જોવા મળશે. આ પ્લાન 75 જીબી ડેટાની સાથે 200જીબીનો અધિકતમ ડેટા રોલઓવર આપે છે. 75જીબી ડેટાની મર્યાદા પૂરી થયા બાદ યૂઝર્સને 10 રૂપિયા પ્રતિ જીબીના ભાવે ડેટા ખરીદવો પડશે. આ પ્લાન અનિલિમિટેડ વોઈસ કોલ અને 100 એસએમએસ પ્રતિ દિન પણ આપે છે. આ બધાની સાથે જ Amazon Prime Video સબસ્ક્રિપ્શનનું એક્સેસ એક વર્ષ માટે વેલિડ છે. જો આ બધા એપના ખર્ચા જોડીએ તો મહિને તમારે એક હજાર રૂપિયા જેટલી બચત આ પ્લાનમાં થઈ જશે. 

ATM Card ઘરે ભૂલી ગયા છો? આ બેંક આપે છે કાર્ડ વગર પૈસા કાઢવાની સુવિધા, જાણો કેવી રીતે

599 રૂપિયાનો પ્લાન
આ પ્લાન બિલિંગ સાયકલમાં અધિકતમ 100જીબી ડેટા અને 200 જીબીનો અધિકતમ ડેટા રોલઓવર પ્રદાન કરે છે. 100જીબીની મર્યાદા પૂરી થયા બાદ ગ્રાહકે 10 રૂપિયા પ્રતિ જીબી ચૂકવવા પડે છે. આ સાથે પ્લાનને પરિવારના કોઈ વધારાના સભ્ય સાથે શેર કરી શકાય છે. આ પ્લાનમાં પણ Netflix, Amazon Prime અને Disney+ Hotstar મફતમાં મળે છે. 

પ્રીપેડ યૂઝર્સ માટે સુવિધા
જો તમે પ્રીપેડ યૂઝર્સ છો તો તમને jio ના 401 રૂપિયા, 598 રૂપિયા અને 777 રૂપિયા તથા 2599 રૂપિયામાં મફતમાં ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More