Home> Business
Advertisement
Prev
Next

Income Tax Return નહી ભરનારા માટે મોટું અપડેટ, 10 હજાર લાગી શકે છે દંડ

ITR Filing: જો લોકોની આવક વાર્ષિક રૂ. 5 લાખથી વધુ હોય તો તેમને લેટ ફીના રૂપમાં દંડ ભરવો પડશે. જો આવા લોકો 31 જુલાઈ 2023 પછી પરંતુ 31 ડિસેમ્બર 2023 પહેલા લેટ ફી સાથે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે તો તેમને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Income Tax Return નહી ભરનારા માટે મોટું અપડેટ, 10 હજાર લાગી શકે છે દંડ
Updated: Aug 19, 2023, 08:45 AM IST

Income Tax Return: જે લોકોની આવક દેશમાં ઇનકમ ટેક્સેબલ છે, તેમને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું આવશ્યક છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ પણ હોય છે. લોકોએ 31 જુલાઈ 2023 સુધીમાં નાણાકીય વર્ષ 2022-23માં કરેલી તેમની કમાણી જાહેર કરવી પડશે અને આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે. દેશના કરોડો લોકોએ 31 જુલાઈ 2023 સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું. જો કે, એવા ઘણા લોકો છે જેમણે આ નિયત તારીખ સુધી ITR ફાઈલ કર્યું નથી. એવામાં તે લોકોને દંડ પણ થઈ શકે છે.

સર્જાઇ રહ્યો છે શુભ બુધાદિત્ય રાજયોગ, 3 રાશિવાળા પર વરસશે ધન-દૌલત, મળશે મોટી સફળતા!
ફક્ત 5 ટકાના વ્યાજે મળશે આટલી મોટી લોન, જાણો PM VIKAS યોજાનાથી કોને થશે ફાયદો

આવકવેરા રિટર્ન
આવકવેરા વિભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જો લોકોની આવક વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુ છે, તો તેમને લેટ ફીના રૂપમાં દંડ ભરવો પડશે. જો આવા લોકો 31 જુલાઈ 2023 પછી પરંતુ 31 ડિસેમ્બર 2023 પહેલા લેટ ફી સાથે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે તો તેમને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આવી સ્થિતિમાં લોકોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે.

Virat Kohli: વિરાટ કોહલીના 15 રેકોર્ડ, જેને તોડવા કોઈ એક પણ ખેલાડી માટે અશક્ય
બકરીની ગવાહીથી બળાત્કાર અને હત્યાનો કેસ ઉકેલાયો, બળાત્કારીને આજીવન કેદ

દંડની રકમ
5 લાખ રૂપિયાથી વધુની કુલ આવક ધરાવતી વ્યક્તિઓ માટે મોડું ફાઇલ કરવા પર 5,000 રૂપિયાનો દંડ લાગે છે. અને જેની કરપાત્ર આવક રૂ. 5 લાખથી ઓછી છે, તેમના માટે દંડ રૂ. 1000 છે. બીજી તરફ, જો 31 ડિસેમ્બર, 2023 પછી ITR ફાઈલ કરવામાં આવે છે, તો દંડની રકમ પણ વધી શકે છે.

ઘરની બહાર લોકો રાખે છે લાલ રંગની બોટલો, જાણો શું આ ટોટકા પાછળનું કારણ?
લાયા...લાયા... નવું લાયા... 1 દિવસમાં 8 ગ્લાસ નહી પણ આટલા પાણીની જરૂરિયાત

10,000નો દંડ
જો કોઈ વ્યક્તિ 31 ડિસેમ્બર, 2023 પછી ITR ફાઇલ કરે છે, તો તેને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. નિયત તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ કરવામાં નિષ્ફળતા, જો ટેક્સ બાકી હોય, તો રિટર્ન ફાઈલ ન થાય ત્યાં સુધી દર મહિને 1% વધારાનું વ્યાજ મળશે. તો બીજી તરફ 31 માર્ચ 2024 સુધી ફાઇલ કરેલા અપડેટ રિટર્ન માટે 25% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે અને તે પછી 31 ડિસેમ્બર 2024 સુધી 50% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે.

જો કોઇ 7 દિવસ દરરોજ દારૂ પીવે છે તો તેને આદત પડી જશે? આ રહ્યો જવાબ
ફૂલ નહી નોટો વરસાવે છે આ છોડ! ઘરમાં આ જગ્યા પર લગાવો, બદલાઇ જશે કિસ્મત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે