Home> Business
Advertisement
Prev
Next

આ કંપનીએ લોન્ચ કરી વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ, કિંમત જાણીને ચોંકી જશો

ચોકલેટની કિંમતની સાથે ચોકલેટ બોક્સની કિંમત પણ હોંશ ઉડાવનારી છે. ચોકલેટની આ લિમિટેડ એડિશન હાથથી બનેલા લાકડીના બોક્સમાં મળશે.

આ કંપનીએ લોન્ચ કરી વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ, કિંમત જાણીને ચોંકી જશો

નવી દિલ્હીઃ દિવાળી નિમિતે ઘણા સેક્ટરમાં કારોબાર કરનારી કંપની આઈટીસી (ITC)એ વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ લોન્ચ કરી છે. ચોકલેટની કિંમત આશરે 4.3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. કંપનીએ ચોકલેટને ફેબેલ બ્રાન્ડની સાથે રજૂ કરી છે. મોંઘી ચોકલેટના મામલામાં  ITCની આ પ્રોડક્ટ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગઈ છે. આ પ્રથમવાર નથી કે બજારમાં આ પ્રકારની મોંઘી ચોકલેટ આવી હોય. આ પહેલા 2012મા ડેનમાર્કની અર્ટિસન ફ્રિર્ટ્ઝ  (Artisan chocolatier Fritz Knipschildt Denmark) વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેની ચોકલેટની કિંમત 3.39 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

વિશ્વભરમાં મળશે આ પ્રોડક્ટ
આઈટીસીના ફૂડ ડિપાર્ટમેન્ટના ચીફ ઓપરેટિંગ ઓફઇસર (ચોકલેટ, કનફેક્શનરી, કોફી અને નવી શ્રેણી) અનુજ રૂસ્તગી પ્રમાણે, ફેબેલ બ્રાન્ડમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવાથી ખુશ છીએ. માત્ર ભારતીય બજારમાં જ નહીં વિશ્વમાં આ સિદ્ધી છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થવું ગૌરવની વાત છે. 

એક લાખ રૂપિયાનું ચોકલેટ બોક્સ
ચોકલેટની કિંમતની સાથે ચોકલેટ બોક્સની કિંમત પણ હોંશ ઉડાવનારી છે. ચોકલેટની આ લિમિટેડ એડિશન હાથથી બનેલા લાકડીના બોક્સમાં મળશે. તેમાં 15 ગ્રામની 15 ટ્રફલ્સ હશે. તમામ ટેક્સ મળીને આ બોક્સની કિંમત એક લાખ રૂપિયા હશે. 

fallbacks

HNIએ દાખવ્યો રસ
અનુજ રૂસ્તગી પ્રમાણે, ચોકલેટનો બિઝનેસ ખુબ નફાળાળો છે. ફેબેલની નવી ચોકલેટ માટે અલગથી ઓર્ડર આપવો પડશે. તેથી તેને દિવાળી પહેલા લોન્ચ કરવામાં આવી છે. આ પ્રોડક્ટ્સને લઈને  HNIએ રસ દાખવ્યો છે. 

બંધ પણ નહીં થાય કે, રોકાણ પણ નહીં કરાય, BSNL અને MTNL અંગે મોદી સરકારનો મોટો નિર્ણય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More