Home> Business
Advertisement
Prev
Next

શેર બજારમાં કમાણીની તક, આગામી સપ્તાહે ઓપન થશે ત્રણ IPO, જાણો વિગત

વર્ષ 2024માં અનેક કંપનીઓ પોતાના આઈપીઓ લાવવાની છે. 28 કંપનીઓને સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે. વર્ષ 2024માં આવતા સપ્તાહથી આઈપીઓની શરૂઆત થશે. આગામી સપ્તાહે ત્રણ કંપનીના આઈપીઓ ઓપન થશે. 

શેર બજારમાં કમાણીની તક, આગામી સપ્તાહે ઓપન થશે ત્રણ IPO, જાણો વિગત

નવી દિલ્હીઃ આઈપીઓની દ્રષ્ટિએ વર્ષ 2023 ખુબ વ્યસ્ત રહ્યું હતું. આ વર્ષે પણ ઘણી કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. ચૂંટણી પહેલા ઈન્વેસ્ટર ખુબ વ્યસ્ત રહેવાના છે. રિપોર્ટ્સ પ્રમાણે 28 કંપનીઓને આઈપીઓ લાવવા માટે મંજૂરી મળી ગઈ છે. આ કંપનીઓ કુલ મળીને 30 હજાર કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્લાન કરશે. નોંધનીય છે કે આવનારા સપ્તાહે 3 કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. 

જ્યોતિ સીએનસી આઈપીઓ
ગુજરાતી કંપની જ્યોતિ સીએનસી પોતાનો આઈપીઓ લાવી રહી છે. આ આઈપીઓ 9 જાન્યુઆરીએ ઓપન થશે અને 11 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 315 રૂપિયાથી 331 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીના આઈપીઓની સાઇઝ 1 હજાર કરોડ રૂપિયાની છે. જો તમે આ આઈપીઓ પર દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો નાણાકીય વર્ષ 2023માં કંપનીનો નેટ પ્રોફિટ 15 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા કંપનીને 48 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 

આ પણ વાંચોઃ ગજબ! દિવસમાં રોકાણકારોને આપ્યું 50 ટકાનું રિટર્ન, મુકેશ અંબાણીના પણ છે તેમાં પૈસા!

આઈબીએલ ફાઈનાન્સ
આ એસએમઈ આઈપીઓ 9 જાન્યુઆરીએ ઓપન થશે. ઈન્વેસ્ટરો પાસે 11 જાન્યુઆરી સુધી આ આઈપીઓમાં દાવ લગાવવાની તક રહેશે. કંપનીએ 51 રૂપિયા આઈપીઓની પ્રાઇઝ નક્કી કરી છે. કંપનીએ 2000 શેરનો એક લોટ બનાવ્યો છે. ઈશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈક્વિટી પર આધારિત હશે. કંપની આઈપીઓ દ્વારા 34.3 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. 

ન્યૂ સવાન આઈપીઓ
આ આઈપીઓ 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ખુલો રહેશે. કંપની એ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 62 રૂપિયાથી 66 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ ઈશ્યૂની સાઇઝ 33 કરોડ રૂપિયાની છે. કંપની આઈપીઓ દ્વારા 50.16 લાખ ફ્રેશ શેર જારી કરશે. નોંધનીય છે કે આઈપીઓમાં આવેલા ફંડનો ઉપયોગ કંપની લોનની ચુકવણી સહિત અન્ય કામ માટે કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More