Home> Business
Advertisement
Prev
Next

રોકાણકારો એલર્ટ! 27 ફેબ્રુઆરીએ ઓપન થશે આ IPO, ગ્રે માર્કેટમાં મચાવે છે ધમાલ, ભાવ 71 રૂપિયા

Purv Fexipack IPO આ અઠવાડિયે 27 ફેબ્રુઆરીએ ઓપન થવાનો છે. રોકાણકારો પાસે 29 ફેબ્રુઆરી સુધીનો સમય છે. કંપનીના આઈપીઓમાં પૈસા રોકવાનું વિચારી રહેલા રોકાણકારો માટે ગ્રે માર્કેટમાંથી પણ સારા સમાચાર છે. કંપનીનું ત્યાં મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 

રોકાણકારો એલર્ટ! 27 ફેબ્રુઆરીએ ઓપન થશે આ IPO, ગ્રે માર્કેટમાં મચાવે છે ધમાલ, ભાવ 71 રૂપિયા

આઈપીઓની રીતે આ અઠવાડિયુ ખુબ વ્યક્ત રહી શકે છે. Purv Fexipack IPO આ અઠવાડિયે 27 ફેબ્રુઆરીએ ઓપન થવાનો છે. રોકાણકારો પાસે 29 ફેબ્રુઆરી સુધીનો સમય છે. કંપનીના આઈપીઓમાં પૈસા રોકવાનું વિચારી રહેલા રોકાણકારો માટે ગ્રે માર્કેટમાંથી પણ સારા સમાચાર છે. કંપનીનું ત્યાં મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 

શું છે જીએમપી?
Purv Flexipack IPO નો પ્રાઈસ બેન્ડ 70 રૂપિયાથી 71 રૂપિયા પ્રતિ શેર નક્કી થયેલો છે. પરંતુ ગ્રે માર્કેટમાં કંપની પોતાના ઈશ્યુ પ્રાઈસથી વધુ પર ટ્રેડ થઈ રહી છે. ઈન્વેસ્ટર ગેઈનના રિપોર્ટ મુજબ રવિવારે કંપનીના શેર બીએસઈમાં 125 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા. જે દર્શાવે છે કે શેરની ગ્રે માર્કેટમાં ભારે ડિમાન્ડ છે. ગ્રે માર્કેટમાં હાલ પ્રીમિટમના ટ્રેન્ડ જો લિસ્ટિંગ સુધી આમ  રહે તો કંપની શેર બજારમાં 196 રૂપિયા પર ડેબ્યુ કરી શકે છે. જેનાથી રોકાણકારોને 176 ટકાનો ફાયદો થઈ શકે છે. 

કેટલા રોકવા પડશે
રિટેલ રોકાણકારો માટે 1600 શેરોનો એક લોટ બનાવવામાં આવ્યો છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 1,13,600 રૂપિયાનો દાવ લગાવવો પડશે. આઈપીઓની કુલ સાઈઝના ઓછામાં ઓછા 35 ટકા જેટલો ભાગ રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે. અત્રે જણાવવાનું કે શેરોનું એલોટમેન્ટ 1 માર્ચના રોજ થશે. 

કેટલીક મહત્વની વાતો
Purv Flexipack IPO ની સાઈઝ 40.21 કરોડ રૂપિયાની છે. આ ઈશ્યું સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યુ પર આધારિત હશે. કંપની 56.64 લાખ ફ્રેશ શેર બહાર પાડશે. અત્રે જણાવવાનું કે કંપનીનું લિસ્ટિંગ એનએસઈ એસએમઈમાં થશે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More