Home> Business
Advertisement
Prev
Next

બાળકના શિક્ષણ માટે ભેગુ કરો લાખો રૂપિયાનું ફંડ, કેવી રીતે કરશો પ્લાનિંગ, જાણો વિગત

વધતી મોંઘવારીને કારણે આજના સમયમાં શિક્ષણ પર વધુ ખરચો થાય છે. બાળકોને સારૂ શિક્ષણ આપવું દરેક માતા-પિતાની મહત્વપૂર્ણ જવાબદારી હોય છે. તેથી બાળકોના ભણતર માટે નાણાકીય પ્લાનિંગ ખુબ સમજી વિચારીને કરવું જોઈએ. 
 

બાળકના શિક્ષણ માટે ભેગુ કરો લાખો રૂપિયાનું ફંડ, કેવી રીતે કરશો પ્લાનિંગ, જાણો વિગત

નવી દિલ્હીઃ મોંઘવારીને પગલે આજના જમાનામાં ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે...નોકરિયાત વર્ગને જેટલો પગાર મળે છે એટલો પગાર તો ઘરખર્ચમાં જ પૂરો થઈ જાય છે..શાળામાં ફી વધતી જાય છે...પરંતુ માતાપિતાએ બાળકને સારૂ શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે.બાળકના શિક્ષણ માટે નાણાકીય આયોજન ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ, જેથી બાળકને સારું શિક્ષણ આપવામાં વધુ પૈસાનો ખર્ચ ન થાય. જો તમારી ઈચ્છા બાળકના શિક્ષણ માટે મોટું ફંડ બનાવવાની છે, તો આજે અમે તમને એવી સ્કીમ જણાવીશું જેમાં તમે રોકાણ કરીને તમે મોટું ફંડ તૈયાર કરી શકો છો...રોકાણકારો કહે છે કે જો તમે રોકાણ કરવાનું શરૂ કરી રહ્યા છો, તો તમારે સમયની રાહ જોવી જોઈએ નહીં. તમારી પાસે પૈસા બચે છે, તે જ સમયથી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ... રોકાણ કરતી વખતે નિયમનું ધ્યાન રાખો.

SIPમાં કરો રોકાણ
જો તમને વધુ વળતર જોઈએ છીએ તો તમારા માટે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ખૂબ સારો વિકલ્પ છે.. તમે SIPથી થોડા વર્ષોમાં સારું વળતર મેળવી શકો છો. આ માટે તમે દર મહિને ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો.

આ પણ વાંચોઃ સોનું ખરીદનારાઓને આજે મોટો ફાયદો, ચાંદી પણ બમણી! દરો તપાસો

1000 હજાર રૂપિયાનું કરો રોકાણ
SIP કેલ્ક્યુલેટર મુજબ, જો તમે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે 20 વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ ગણતરી સરેરાશ 12 ટકાના વાર્ષિક વ્યાજ પર કરવામાં આવી છે.

આ રીતે 50 લાખનું ફંડ બનાવો
7 વર્ષમાં 50 લાખનું ફંડ બનાવવા માટે તમારે દર મહિને 40,000 રૂપિયાનું રોકાણ કરવાની જરૂર છે. આ ગણતરી 12% ના સરેરાશ CAGR વળતર પર આધારિત છે. ઈક્વિટી પણ લાંબા ગાળે વધુ સારું વળતર આપે છે.

સલાહકારો કહે છે કે મોટી રકમથી રોકાણ શરૂ કરવાની જરૂર નથી. જો તમે ઈચ્છો તો 100 રૂપિયાથી પણ રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે SIPમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે દર મહિને નિયમિતપણે આટલું રોકાણ કરો છો, તો 20 વર્ષમાં આ રકમ 5 લાખ રૂપિયાની નજીક પહોંચશે.

આ પણ વાંચોઃ આ છે Jio ના ધમાકેદાર પ્લાન્સ, રોજ મળશે 2.5 GB ડેટા, મળશે 90 દિવસની વેલિડિટી

શિક્ષણ
બાળકોનું શિક્ષણ એ લાંબા ગાળાનું લક્ષ્ય છે. આ પરિપૂર્ણ કરવા માટે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ઘણા વિકલ્પો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More