Home> Business
Advertisement
Prev
Next

હવે જનતા જશે ક્યાં? મોંઘવારીના માર વચ્ચે 1 જૂનથી બદલાઈ રહ્યા છે આ 5 મોટા નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

બીજી બાજુ મે મહિનો પુરો થવામાં છે, અને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ દેશમાં થઈ રહેલા ફેરફાર પ્રમાણે જૂનથી અમુક નિયમો બદલાઈ રહ્યા છે, જેણા કારણે તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે તે સ્વાભાવિક છે.

 હવે જનતા જશે ક્યાં? મોંઘવારીના માર વચ્ચે 1 જૂનથી બદલાઈ રહ્યા છે આ 5 મોટા નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

નવી દિલ્હી: દેશમાં હાલ જનતા પર ચારેબાજુથી મોંઘવારીનો માર પડી રહ્યો છે. કેન્દ્ર સરકારે મોંઘવારી વચ્ચે જનતાને પેટ્રોલ-ડીઝલમાં સામાન્ય ઘટાડો કરીને થોડી રાહત આપી છે. પરંતુ આટલી રાહત જનતાને પરવડે તેમ નથી. બીજી બાજુ મે મહિનો પુરો થવામાં છે, અને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ દેશમાં થઈ રહેલા ફેરફાર પ્રમાણે જૂનથી અમુક નિયમો બદલાઈ રહ્યા છે, જેણા કારણે તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે તે સ્વાભાવિક છે. આજે આપણે જાણીશું કે 01 જૂનથી થઈ રહેલા ફેરફારો વિશે, જે પર્સનલ ફાઈનાન્સિયલ પર ડાયરેક્ટ અસર કરે છે.

એક્સિસ બેંકના આ એકાઉન્ટમાં વધુ પૈસા રાખવા પડશે:
ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કે અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ઈઝી સેવિંગ્સ અને સેલેરી પ્રોગ્રામ્સના એકાઉન્ટ માટે સરેરાશ માસિક બેલેન્સની મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ. 25,000 કરી છે. જો ગ્રાહક રૂ. 01 લાખની ટર્મ ડિપોઝીટ રાખે છે, તો તેને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવશે. તેવી જ રીતે લિબર્ટી સેવિંગ્સ એકાઉન્ટની મર્યાદા પણ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે. જો ગ્રાહક 25 હજાર રૂપિયા ખર્ચ કરે છે, તો તેણે આ વધેલી મર્યાદામાંથી છૂટ મળશે. આ બંને ફેરફારો 01 જૂનથી લાગુ થશે.

Driving Licence ને લઇ મોટા ખુશખબર, હવે દિવસમાં નથી ટાઈમ! તો સાંજે બિલકુલ સરળતાથી આ રીતે કઢાવો લાયસન્સ

SBIનું હોમ લોન વ્યાજ વધશે
દેશની સૌથી મોટી બેંક એટલે SBI...  જો આ બેંકમાં તમારી હોમ ચાલતી હશે તો તમને મોટી અસર થવાની છે. એસબીઆઈએ હોમ લોન માટે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) વધાર્યો છે. હવે આ બેન્ચમાર્ક રેટ 0.40 ટકા વધીને 7.05 ટકા થઈ ગયો છે. એ જ રીતે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) પણ 0.40 ટકા વધીને 6.65 ટકા થયો છે. અગાઉ આ બંને દર અનુક્રમે 6.65 ટકા અને 6.25 ટકા હતો. SBIની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વધેલા વ્યાજ દરો 01 જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે. SBIએ સીમાંત ખર્ચ આધારિત ધિરાણ દરમાં પણ 0.10 ટકાનો વધારો કર્યો છે, જે 15 મેથી અમલમાં આવ્યો છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની આ સેવા માટે પૈસા લેવામાં આવશે:
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે જણાવ્યું છે કે હવે આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ માટે ઈશ્યુઅર ચાર્જ લાગશે. આ ચાર્જ 15 જૂનથી લાગુ થશે. નિયમોમાં ફેરફાર થયા પછી દર મહિનાના પ્રથમ ત્રણ ટ્રાન્ઝેક્શન મફત હશે. ચોથા ટ્રાન્ઝેક્શનથી દર વખતે 20 રૂપિયા અને GST ચૂકવવો પડશે. રોકડ ઉપાડ અને રોકડ ડિપોઝિટ ઉપરાંત, મિની સ્ટેટમેન્ટ ઉપાડ પણ વ્યવહારમાં ગણવામાં આવશે. જો કે, મિની સ્ટેટમેન્ટનો ચાર્જ 5 રૂપિયા વત્તા GST હશે.

આ વર્ષે IPLમાં RCBની ટ્રોફી પાક્કી? ટીમમાં એક એવો લકી ચાર્મ ખેલાડી છે, જે ટીમમાં જાય તે ટીમ બને છે ચેમ્પિયન!

ગોલ્ડ હોલમાર્કિંગ:
હવે 1 જૂનથી સોનું ખરીદવું પણ મોંઘું બનશે. ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો 01 જૂનથી લાગુ થવા જઈ રહ્યો છે. જેના કારણે હવે 256 જૂના જિલ્લાઓ સિવાય, 32 નવા જિલ્લાઓમાં પણ આકારણી અને હોલમાર્કિંગ કેન્દ્રો ખૂલવા જઈ રહ્યા છે. પછી આ તમામ 288 જિલ્લામાં સોનાના ઘરેણાનું હોલમાર્કિંગ ફરજિયાત બની જશે. હવે આ જિલ્લાઓમાં માત્ર 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના દાગીના જ વેચી શકાશે. હોલમાર્કિંગ વગર તેનું વેચાણ શક્ય નહીં બને.

મોટર વીમા પ્રીમિયમ મોંઘું થશે:
આ મહિનાની શરૂઆતમાં હવે ગાડી ચલાવવી પણ મોંઘી પડે તેમ છે. માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની તાજેતરની સૂચના અનુસાર 1000cc સુધીની એન્જિન ક્ષમતા ધરાવતી કાર માટે વીમા પ્રીમિયમ ઓછામાં ઓછું 2,094 રૂપિયા હશે. કોવિડ પહેલા 2019-20માં તે 2,072 રૂપિયા હતું. જ્યારે, 1000cc થી 1500cc સુધીની કાર માટે વીમા પ્રીમિયમ રૂ. 3,416 હશે, જે અગાઉ રૂ. 3,221 હતું. આ સિવાય જો તમારી કારનું એન્જિન 1500ccથી વધુ છે તો હવે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટીને 7,890 રૂપિયા થઈ જશે. અગાઉ તે રૂ. 7,897 હતું. 

સરકારે 3 વર્ષ માટે સિંગલ પ્રીમિયમમાં પણ વધારો કરીને જનતાની કમર તોડી નાંખી છે. હવે 1000cc સુધીની કાર માટે 6,521 રૂપિયા, 1500cc સુધીની કાર માટે 10,540 રૂપિયા અને 1500ccથી વધુની કાર માટે 24,596 રૂપિયાનો ખર્ચ થશે. એ જ રીતે ટુ વ્હીલર માટેના વીમા પ્રિમિયમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે હવે પહેલી તારીખથી કોઈપણ વાહન ખરીદવું મોંઘુ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More