Home> Business
Advertisement
Prev
Next

ભારતમાં 41 ટકા કર્મચારીઓની આ છે ફરિયાદ, જાણો સૌથી મહત્વનો મુદ્દો શું?

International Labour Organization report: એશિયામાં 93 કરોડ કર્મચારીઓ લાયકાત કરતા પણ ઓછા પગારનો શિકાર બન્યા છે. 

ભારતમાં 41 ટકા કર્મચારીઓની આ છે ફરિયાદ, જાણો સૌથી મહત્વનો મુદ્દો શું?

નવી દિલ્હી: ભારતમાં 41 ટકા કર્મચારીઓને લાગે છે, કે તેમનું વેતન ઓછુ છે, અને તેમને વધારે વેતન મળવું જોઇએ. આ મામલે ભારત દુનિયામાં ચૌથા નંબરે છે. જ્યાં કર્મચારીઓને ઓછા વેતનને લઇને ફરિયાદ છે. આ પહેલા એ પહેલા આ પ્રકારના વિચારો વાળા દેશમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મંગોલિયા છે. આ ચાર દેશ 22 દેશો વાળા એશિય-પ્રશાંત દેશોમાં સૌથી ખરાબ હાલકતમાં છે. આસ્થિતિ શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન(આઇએલઓ)ના રીપોર્ટમાં બતાવામાં આવી હતી. 

દર બેમાંથી એક કર્મચારીઓ નોકરીમાં અસુરક્ષિત 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં આશરે 93 કરોડ કર્માચારી નબળી રોજગારીની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. આ અંગે સંગઠને કહ્યું કે આ દેશોએ રોજગારના સ્તરમાં સુધારો લાગવવો જોઇએ. પરંતુ આ અંગે કોઇ નિશ્ચિત સંખ્યા નથી. પરંતુ આ ક્ષેત્રમાં 48.6 ટકા કર્મચારી જાતે જ તેમને નબળા માની રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે,કે વર્ષ 2020માં આ પ્રકારના કર્મચારીઓની સંખ્યા 48 ટકા સુધી થઇ શકે છે. એટલે દરેક બીજો કર્મચારીમાં એક તેની કંપનીને લઇને અસુરક્ષાનો અહેસાસ કરી રહ્યો છે. 

ભારતની સ્થિતિ પણ ખરાબ 
ભારતમાં આ સમસ્યાનું પ્રમાણ સૌથી વધારે છે. મિંટવા સમાચાર અનુસાર એક્સએલઆરઆઇ જમશેદપુરમના પ્રોફેસર કે. આર શ્યામ સુંદરનું કહેવું છે, કે અહિ સંગઠિત ક્ષેત્રોમાં ખરાબ ગુણવત્તા અને ઓછી સેલરીમાં નોકરી કરનારા કર્મચારીઓ મજબૂર છે. પરંતુ હાલ સંહઠિત ક્ષેત્રોમાં શ્રમ યોગદાનના સારા સંકેત જોવા મળી રહ્યા છે. સરકાર નોકરીની ગુણવત્તા પર ધ્યાન આપી રહી છે. સંગઠિત ક્ષેત્રોમાં ઓછ સમય માટે કોન્ટ્રાક્ટ આધારિક જોબથી મદદ નહિં મળી શકે. 

આ દેશ સૌથી સારી સ્થિતિમાં
ઓછી સૈલરકી પર નોકરી કરનારાઓમાં બાંગ્લાદેશ સૌથી ઉપર આવતો દેશ છે. જ્યારે હોન્ગકોન્ગમાં તેની સંખ્યા માત્ર 14.6 ટકા છે. જે આ મામલે એશિયા-પ્રશાંતમાં સૌથી સારો દેશ માનવામાં આવે છે. હોન્ગકોન્ગ બાદ થાઇલેન્ડ, ઓસ્ટ્રેલીયા, ફિલીપીંસ, સિંગાપુર, સૌથી સારી સ્થિતિમાં છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ 52.1 ટકા લોકો ઓછી સેલરી માટે ફરિયાદ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More