Home> Business
Advertisement
Prev
Next

ભારતમાંથી 16 અરબ ડોલર નિકાળી ચૂક્યા છે રોકાણકારો, ફરીથી વિકાસ દર રહેશે સકારાત્મક: રિપોર્ટ

કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉન વચ્ચે ભારતમાં આર્થિક સંકટ જરૂરી આવ્યું છે. તેમછતાં 2020માં ભારતનો વિકાસ દર સૌથી વધુ સકારાત્મક રહેવાનો છે. અમેરિકા કોંગ્રેસના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.

ભારતમાંથી 16 અરબ ડોલર નિકાળી ચૂક્યા છે રોકાણકારો, ફરીથી વિકાસ દર રહેશે સકારાત્મક: રિપોર્ટ

વોશિંગટન: કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉન વચ્ચે ભારતમાં આર્થિક સંકટ જરૂરી આવ્યું છે. તેમછતાં 2020માં ભારતનો વિકાસ દર સૌથી વધુ સકારાત્મક રહેવાનો છે. અમેરિકા કોંગ્રેસના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. આખી દુનિયામાં આર્થિક મંદીના અણસાર વચ્ચે દેશ માટે આ સારા સમાચાર છે. 

ભારતમાંથી રોકાણકારો ન નિકળ્યા 16 અરબ ડોલર
અમેરિકી કોંગ્રેસના સ્વતંત્ર શોધ કેન્દ્રએ કોવિડ-19ના વૈશ્વિક આર્થિક પ્રભાવો વિશે પોતાની તાજા રિપોર્ટમાં કહ્યું, 'વિદેશી રોકાણકારોએ વિકાસશીલ એશિયાઇ અર્થવ્યવસ્થાઓ સાથે લગભગ 26 અરબ ડોલર અને ભારત સાથે 16 અરબ ડોલર સાથે વધુ બહાર નિકળી. શોધ કેન્દ્રના રિપોર્ટ અનુસાર લગભગ તમામ પ્રમુખ અર્થવયવસ્થાઓ કોરોના વાયરસના પ્રકોપથી નુકસાનમાં છે, પરંતુ ત્રણ દેશ ભારત, ચીન અને ઇંડોનેશિયાનો વિકાસ દર 2020માં સકારાત્મક રહેવાનું અનુમાન છે.  

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂરોપમાં જર્મની, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન અને ઇટલીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ સરકારી મદદ માટે અરજી કરી છે. વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક આંકડાથી સંકેત મળ્યા છે કે યૂરોક્ષેત્રની અર્થવ્યવસ્થામાં 3.8 ટકાનો ઘટાડો થયો છે, 1995થી અત્યાર સુધી સૌથી મોટો ઘટાડો છે. 

રિપોર્ટ અનુસાર અમેરિકામાં 2020ની પહેલી ત્રિમાસિકમાં સકલ ઘરેલૂ ઉત્પાદનમાં 4.8 ટકાનો ઘટાડો આવ્યો છે, જે 2008ના વૈશ્વિક નાણાકીય સંકટ બાદ સૌથી મોટો ઘટાડો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More