Home> Business
Advertisement
Prev
Next

તમારી પુત્રીને ક્યારેય નહીં પડે રૂપિયાની ખોટ, માત્ર 416 રૂપિયાના નિવેશથી મેળવો 65 લાખ રૂપિયા!

Sukanya Samriddhi Yojana: જો તમે પણ દીકરીના પિતા છો તો આ દિવાળીએ તમારી દીકરી માટે કંઈક ખાસ કરો. આ દિવાળીએ ઘરની લક્ષ્મી માટે એવી યોજના બનાવો કે તમારી લાડલીને ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો ન કરવો પડે. તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દરરોજ માત્ર 416 રૂપિયાની બચત કરીને તમારી દીકરી માટે મોટું ફંડ બનાવી શકો છો. રોજની 416 રૂપિયાની આ બચત પછીથી તમારી દીકરી માટે 65 લાખ રૂપિયા જેટલી મોટી રકમ બની જશે.

તમારી પુત્રીને ક્યારેય નહીં પડે રૂપિયાની ખોટ, માત્ર 416 રૂપિયાના નિવેશથી મેળવો 65 લાખ રૂપિયા!

Sukanya Samriddhi Yojana: જો તમે પણ દીકરીના પિતા છો તો આ દિવાળીએ તમારી દીકરી માટે કંઈક ખાસ કરો. આ દિવાળીએ ઘરની લક્ષ્મી માટે એવી યોજના બનાવો કે તમારી લાડલીને ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો ન કરવો પડે. તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દરરોજ માત્ર 416 રૂપિયાની બચત કરીને તમારી દીકરી માટે મોટું ફંડ બનાવી શકો છો. રોજની 416 રૂપિયાની આ બચત પછીથી તમારી દીકરી માટે 65 લાખ રૂપિયા જેટલી મોટી રકમ બની જશે.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના?

Sukanya Samriddhi Yojana આવી એક લાંબા ગાળાની સ્કીમ છે, જેમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના ભણતર અને ભવિષ્ય વિશે ખાતરી કરી શકો છો. આ માટે તમારે વધારે પૈસા લગાવવાની પણ જરૂર નથી. પહેલા નક્કી કરો કે જ્યારે તમારી દીકરી 21 વર્ષની થાય ત્યારે તમારે તેના માટે કેટલા પૈસાની જરૂર છે. ચાલો તમને તેની સંપૂર્ણ ગણતરી સમજાવીએ.

બેટિયો માટે સરકારની શાનદાર યોજના-
દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે સરકારની આ એક જણિતી યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષ સુધીની દીકરીનું ખાતું ખોલાવી શકાય છે. આમાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જ્યારે તમારી પુત્રી 21 વર્ષની થશે ત્યારે આ યોજના પરિપક્વ થશે. જો કે, આ યોજનામાં તમારું રોકાણ ઓછામાં ઓછું દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી લૉક કરવામાં આવશે. 18 વર્ષ પછી પણ તે આ સ્કીમમાંથી કુલ રકમના 50% ઉપાડી શકે છે. જેનો ઉપયોગ તે ગ્રેજ્યુએશન કે આગળના અભ્યાસ માટે કરી શકે છે. આ પછી, જ્યારે તેણી 21 વર્ષની થાય ત્યારે જ તમામ પૈસા ઉપાડી શકાય છે.

15 વર્ષ સુધી જ રૂપિયા જમા થાય છે-
આ સ્કીમની સારી વાત એ છે કે તમારે આખા 21 વર્ષ સુધી પૈસા જમા કરાવવાની જરૂર નથી, ખાતું ખોલાવવાના સમયથી 15 વર્ષ સુધી જ પૈસા જમા કરાવી શકાય છે, જ્યારે દિકરીની 21 વર્ષની ઉંમર સુધી તે પૈસા પર વ્યાજ મળતું રહેશે. હાલમાં સરકાર આના પર વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ યોજના ઘરની બે દિકરીઓ માટે ખોલી શકાય છે. જો જોડિયા હોય તો 3 દિકરીઓ પણ યોજનાનો લાભ લઈ શકે છે.

કેવી રીતે કરશો નિવેશની તૈયારી-
સૌ પ્રથમ તમારે નક્કી કરવું પડશે કે જ્યારે તમારી દિકરી 21 વર્ષની થાય ત્યારે તમારે તેના માટે કેટલી રકમની જરૂર પડે છે. જેટલી જલ્દી તમે સ્કીમ શરૂ કરશો, તેટલી વધુ રકમ તમને મેચ્યોરિટી પર મળશે એટલે કે દિકરી 21 વર્ષની થશે ત્યારે. રોકાણનો મંત્ર યોગ્ય સમયની પસંદગી છે.

ક્યારે શરૂ કરશો નિવેશ-
જેમ કે જો તમારી દિકરી આજે 10 વર્ષની છે અને તમે આજે જ રોકાણ કરવાનું શરૂ કરો તો તમે માત્ર 11 વર્ષ માટે જ રોકાણ કરી શકશો, તેવી જ રીતે જો તમારી 5 વર્ષની દીકરી છે અને તમે રોકાણ કરવાનું શરૂ કરો તો તમે 16 વર્ષ માટે રોકાણ કરી શકશો. , જેથી પાકતી મુદતની રકમ વધશે. હવે જો તમારી દીકરી આજે 2021માં 1 વર્ષની થઈ જાય અને તમે રોકાણ કરવાનું શરૂ કરો તો તે 2042માં પરિપક્વ થઈ જશે. અને તમે આ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકો છો.

416 રૂપિયાથી બનશે 65 લાખ રૂપિયા-
1. અહીં આપણે એવુ માનીને ચાલીએ કે આપે 2021માં આપે નિવેશ શરૂ કર્યુ તો આપની પુત્રીની ઉંમર છે 1 વર્ષ

2. હવે જો આપે 416 રૂપિયા રોજ બચાવ્યા,  તો મહિને 12,500 રૂપિયા

3. દર મહિને 12,500 રૂપિયા, એટલે વર્ષે 1,50,000 રૂપિયા

4. આપ આ નિવેશ માત્ર 15 વર્ષ માટે કરશો, તો કુલ નિવેશ હશે 22,50,000 રૂપિયા

5. 7.6 ટકા વાર્ષિક વ્યાજ હિસાબે આપને કુલ વ્યાજ મળશે 42,50,000 રૂપિયા

6. 2042મા જ્યારે આપની પુત્રી 21 વર્ષની થશે તો સ્કીમ મેચ્યોર થશે, ત્યારે કુલ મેચ્યોરિટી અમાઉન્ટ થશે 65 લાખ રૂપિયા

આ એ કેલક્યૂલેશન છે જેને આપે ધ્યાનમં રાખવાનું છે. માત્ર 416 રૂપિયા રોજ બચાવીને આપ આપની પુત્રીનું ભવિષ્ય બનાની શકો છો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More