Home> Business
Advertisement
Prev
Next

લાખો રૂપિયા કમાશો તો પણ નહીં ભરવો પડે ટેક્સ! પૈસા બચાવવા હોય તો જાણો ટેક્સ સેવિંગ માટે નું આ કેલ્ક્યુલેશન

લાખો રૂપિયા કમાશો તો પણ નહીં ભરવો પડે ટેક્સ! પૈસા બચાવવા હોય તો જાણો ટેક્સ સેવિંગ માટે નું આ કેલ્ક્યુલેશન

નવી દિલ્લીઃ નાણાકીય વર્ષ 2021-22 સમાપ્ત થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. જો તમે હજુ સુધી ટેક્સ સેવિંગ અંગે કોઈ પ્લાનિંગ નથી કર્યું તો અમે તમારી મદદ કરીશું...જી હાં એક જવાબદાર નાગરિક તરીકે સરકારને ટેક્સ ચૂકવવો એ તમારી ફરજ છે. પરંતુ તમે જેટલો વધુ ટેક્સ બચાવી શકો છો, તે તમારા માટે વધુ સારું છે.

આ પણ ખાસ વાંચોઃ  શું તમે પણ Credit Card થી લેવડદેવડ કરો છો? તો તમારા માટે ખુબ જરૂરી છે આ બાબત

અન્ય વસ્તુઓમાં રોકાણ કરો-
તમે ટેક્સની જવાબદારીમાંથી બચેલા નાણાંને અન્ય બાબતોમાં પણ રોકાણ કરી શકો છો. અહીં આજે અમે તમને જણાવીશું કે જો તમારી સેલેરી 12 લાખ રૂપિયા હોય તો પણ તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવાની જરૂર નથી. તમે 12 લાખ પર ટેક્સ કેવી રીતે બચાવી શકો છો, આગળ અમે તમને તેની સંપૂર્ણ ગણતરી જણાવીશું.

આયોજન -
ટેક્સ સેવિંગ માટે તમારે સંપૂર્ણ પ્લાનિંગ કરવું પડશે. જો તમારી એમ્પ્લોયર કંપનીએ તમારા પગારમાંથી ટેક્સના પૈસા કાપી લીધા હોય, તો પણ તમે આ ગણતરીના આધારે ITR ફાઈલ કરીને તમારા કપાયેલા પૈસા પાછા મેળવી શકો છો. 12 લાખના પગાર પર તમે 30 ટકાના સ્લેબમાં આવો છો. કારણ કે 10 લાખથી વધુની વાર્ષિક આવક પર 30 ટકાની જવાબદારી છે.

આ પણ ખાસ વાંચોઃ  ખેડૂતો માટે ખુશખબર! મોદી સરકાર જગતના તાતને આપી રહી છે મોટો લાભ, જાણો સંપૂર્ણ માહિતી

આ છે ગણિત?
સૌ પ્રથમ, સરકારે સ્ટાન્ડર્ડ ડિડકશન તરીકે આપવામાં આવેલ 50 હજાર બાદ કરો. આ રીતે હવે તમારી કરપાત્ર આવક 11.50 લાખ રૂપિયા છે.

હવે તમે 80C હેઠળ 1.5 લાખ રૂપિયાનો દાવો કરી શકો છો. આમાં, તમે બાળકોની ટ્યુશન ફી, PPF, LIC, EPF, મ્યુચ્યુઅલ ફંડ (ELSS), હોમ લોન વગેરેનો દાવો કરી શકો છો. આ રીતે, તમારી કરપાત્ર આવક 10 લાખ રૂપિયા છે.

તમારે 12 લાખના પગાર પર ટેક્સ શૂન્ય (0) કરવા માટે 80CCD(1B) હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ 50 હજારનું રોકાણ કરવું પડશે. આ રીતે તમારો કરપાત્ર પગાર ઘટીને 9.5 લાખ રૂપિયા રહ્યા

હવે તમે આવકવેરાની કલમ 24B હેઠળ વ્યાજ પર રૂ. 1.5 લાખ અને આવકવેરાની કલમ 80EEA હેઠળ રૂ. 1.5 લાખ સુધીની વધારાની કપાત મેળવી શકો છો. આ રીતે, તમે હોમ લોનના વ્યાજ પર કુલ 3.5 લાખની કપાતનો દાવો કરી શકો છો. 2019 ના બજેટમાં 1.5 લાખની વધારાની છૂટની જોગવાઈ કરવામાં આવી હતી.

આ પણ ખાસ વાંચોઃ  મરચાની ખેતી કરીને તમે પણ બનો માલામાલ! જાણી લો ઉલ્ટા મરચાની સીધી કમાલ

શું છે શરત?
કલમ 80EEA હેઠળ વ્યાજ પર કર મુક્તિ માટે પાત્ર બનવા માટે તમારી હોમ લોન 1 એપ્રિલ, 2019 અને માર્ચ 31, 2022 ની વચ્ચે બેંક અથવા NBFC દ્વારા મંજૂર થયેલ હોવી આવશ્યક છે. ઉપરાંત, મિલકતની સ્ટેમ્પ ડ્યુટી રૂ. 45 લાખથી વધુ ન હોવી જોઈએ. ઘર ખરીદનાર પાસે અન્ય કોઈ રહેણાંક મિલકત પણ ન હોવી જોઈએ. આ રીતે, 3.5 લાખ રૂપિયાનો દાવો કર્યા પછી, તમારી કરપાત્ર આવક એક જ ઝાટકે ઘટીને 6 લાખ રૂપિયા થઈ.

આવકવેરાની કલમ 80D હેઠળ, તમે તમારા પરિવાર (પત્ની અને બાળકો) માટે તબીબી સ્વાસ્થ્ય વીમા માટે 25 હજાર રૂપિયાના પ્રીમિયમનો દાવો કરી શકો છો. આ સિવાય વરિષ્ઠ નાગરિકો માતા-પિતા માટે ચૂકવવામાં આવેલા સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ માટે 50 હજારનો દાવો કરી શકે છે. આ સિવાય 5000 રૂપિયાની મર્યાદા સુધી હેલ્થ ચેકઅપની પણ છૂટ છે. કુલ 75 હજારના સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમનો દાવો કર્યા પછી, તમારી કરપાત્ર આવક ઘટીને 5.25 લાખ થઈ ગઈ છે. હવે તમારે તમારી કરપાત્ર આવકને 5 લાખ સુધી લાવવા માટે કોઈપણ સંસ્થા અથવા ટ્રસ્ટને 25 હજાર રૂપિયા દાન આપવું પડશે. તમે આવકવેરાની કલમ 80G હેઠળ તેનો દાવો કરી શકો છો. 25 હજારનું દાન કરવાથી તમારી કરપાત્ર આવક ઘટીને 5 લાખ રૂપિયા થઈ ગઈ.

તમારે ઝીરો ટેક્સ ચૂકવવો પડશે-
હવે તમારી કરપાત્ર આવક 5 લાખ રૂપિયા છે. 2.5 થી 5 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે તમારો ટેક્સ 12,500 રૂપિયા થઈ જાય છે. પરંતુ સરકાર તરફથી આના પર છૂટ છે. આ કિસ્સામાં તમારી કર જવાબદારી શૂન્ય બની જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More