Home> Business
Advertisement
Prev
Next

જો તમે ટેક્સપેયર્સ છો તો 31મી મે પહેલા કરી લેજો આ કામ! નહીં તો ભરવો પડશે ડબલ ટેક્સ

How to Link Pan Card with Aadhaar: જો તમે હજું સુધી તમારું પેન કાર્ડને આધાર નંબર સાથે લિંક કર્યું નથી તો ઈન્કમ ટેક્સની આ ચેતવણી તમને ભારે પડી શકે છે. તમારે બે ગણો ટેક્સ ભરવો પડી શકે છે.

જો તમે ટેક્સપેયર્સ છો તો 31મી મે પહેલા કરી લેજો આ કામ! નહીં તો ભરવો પડશે ડબલ ટેક્સ

PAN-Aadhaar Linking Deadline: જો તમે હજું સુધી તમારું પેન કાર્ડને આધાર નંબર સાથે લિંક કર્યું ના હોય તો સાવધાન. કારણ કે આવક વેરા વિભાગની આ ચેતવણી તમને ભારે પડી શકે છે. એટલે કે તમારે બે ગણો ટેક્સ ભરવો પડી શકે છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સપેયર્સને વિનંતી કરી છે અને લોકોને 31 મે સુધી પોતાના પેનને આધાર સાથે લિંક કરવાની સલાહ આપી છે.

31 મે સુધી પેનને આધાર સાથે લિંક કરવું જરૂરી
જો તમે ટેક્સપેયર્સ છો તો 31 મે પહેલા પેન કાર્ડને પોતાના આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે ડેડલાઈન ચૂકી ગયા તો તમારી મુશ્કેલીઓ આપોઆપ વધી શકે છે. તમને ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી ટ્વીટ કરીને તેની જાણકારી આપવામાં આવી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે 31 મે પહેલા પેનને આધાર સાથે લિંક કરાવી દો. 

શું થશે જો લિંક ના કરાવ્યું હોય તો?
આવક વેરા વિભાગના મતે જો તમે પોતાનું પેન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો એવી સ્થિતિમાં તમારે બે ઘણો ટીડીએસ આપવો પડશે. 24 એપ્રિલ 2024 એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ તરફથી જાહેર કરવામાં આવેલો સર્કુલર પ્રમાણે જે લોકોના એકાઉન્ટમાંથી ઓછો ટીડીએસ કપાયો છે, જો તેઓ 31 મે સુધી પોતાના પેનને આધાર સાથે લિંક કરી લે છે તો તેમણે વધારે ટીડીએસ આપવાની જરૂરિયાત રહેતી નથી. સીબીસીડીના મતે આવા લોકો  વિરુદ્ધ કોઈ એક્શન પણ લેવામાં આવશે નહીં. એટલે કે તમારે વધારાના ટેક્સ કપાતથી બચવું હોય તો 31 મે સુધી પેનને આધાર સાથે લિંક કરાવી લો. 

કેવી રીતે કરશો પેનને આધાર સાથે લિંક
- તમે ઘરે બેઠા પેનને આધાર સાથે લિંક કરાવી શકો છો. એના માટે તમારે આયકર વિભાગની વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
- Quick Links પર ક્લિક કરી Link Aadhaar પર ક્લિક કરો.
- પેન અને આધાર નંબર દાખલ કર્યા બાદ વેલિડેટ પર ક્લિક કરો.
- આધાર કાર્ડમાં લખેલું પોતાનું નામ અને મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ લિંક આધારનો વિકલ્પ પર ક્લિક કરો.
- મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને એન્ટર કરો અને Validate પર ક્લિક કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More