Home> Business
Advertisement
Prev
Next

કામના સમાચાર- Income tax return ભરવાની તારીખ લંબાવાઇ, હવે આ હશે ડેડલાઇન

ટેક્સપેયર માટે સારા સમાચાર છે. પર્સનલ ઇનકમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખને વધારવામાં આવી છે. ડેડલાઇન 31 ડિસેમ્બર 2020 સુધી હતી. જેને હવે વધારવામાં આવી છે.

કામના સમાચાર- Income tax return ભરવાની તારીખ લંબાવાઇ, હવે આ હશે ડેડલાઇન

નવી દિલ્હી: ટેક્સપેયર માટે સારા સમાચાર છે. પર્સનલ ઇનકમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખને વધારવામાં આવી છે. ડેડલાઇન 31 ડિસેમ્બર 2020 સુધી હતી. જેને હવે વધારવામાં આવી છે. હવે ટેક્સપેયર 15 ફેબ્રુઆરી 2020 સુધી પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે. આ ઉપરાંત વિવાદથી વિશ્વાસ સ્કીમની તારીખને પણ 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દેવામાં આવી છે. બંને મામલે અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 હતી. પરંતુ હવે તેને વધારી દેવામાં આવી છે. 

હવામાન વિભાગે આપી સલાહ, ઠંડીમાં દારૂ પીવાનું ટાળો, નહીંતર રહેશે આ જોખમ

આ લોકો માટે 10 જાન્યુઆરી છેલ્લી તારીખ
સીબીડીટીએ પોતાના નોટિફિકેશનમાં કહ્યુંક એ જે ટેક્સપેયરને પોતાનું રિટર્ન ઓડિટ કરાવવાની જરૂર પડતી નથી અને તે રિટર્ન ફાઇલ કરવા માટે આઇટીઆર-1 અથવા પછી આઇટીઆર-4 ફોર્મનો ઉપયોગ કરતા હોય છે તેમના માટે અંતિમ તારીખ 10 જાન્યુઆરી કરી દેવામાં આવી છે. 

હવે આ લોકોને પણ મળશે PF નો ફાયદો, 40 કરોડ લોકો આવશે દાયરામાં

કોના માટે કેટલી મર્યાદા વધારી
- પગારદારો માટે રિટર્ન ફાઇલ કરવા માટે 10 જાન્યુઆરી સુધી તારીખ લંબાવાઇ છે.
- 31 ડિસેમ્બરના રોજ પુરી થતી હતી તેની ITR ફાઇલિંગની સમય મર્યાદા. 
- 1 લાખ રૂપિયા સુધી ટેક્સ ચૂકવનારના સેલ્ફ અસેસમેંટ કેસમાં સમય મર્યાદા વધારી.
- સેલ્ફ અસેસમેંટના મામલે 15 ફેબ્રુઆરી સુધી ITR ફાઇલિંગની છૂટ. 
- જે ખાતાના ઓડિટ બાકી છે તેમના માટે સમય મર્યાદા વધી.
- ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શનવાળા ખાતાઓમાં પણ હવે વધુ સમય. 
-આવા કેસમાં ડ્યૂટ ડેટ 31 જાન્યુઆરી હતી જે હવે 15 ફેબ્રુઆરી સુધી હશે. 
fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More