Home> Business
Advertisement
Prev
Next

Tax રિફંડ ચેક કરવાની સરળ રીત, આ સિલેક્ટેડ સ્ટેપમાં 7 દિવસમાં આવી જશે પૈસા

ઇન્કમ ટેક્સ વિભાગ (Income tax Department) tax refundના કેસ ધનાધન ઉકેલાઇ રહ્યા છે. તેણે એક અઠવાડિયામાં જ 10.2 લાખ કરદાતાઓને કુલ 4250 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું. સીબીડીટીના અનુસાર નાણા મંત્રાલયનો આદેશ છે કે 5 લાખ રૂપિયા સુધી Tax રિફંડને જલદીમાં જલદી ઇશ્યૂ કરવામાં આવશે.

Tax રિફંડ ચેક કરવાની સરળ રીત, આ સિલેક્ટેડ સ્ટેપમાં 7 દિવસમાં આવી જશે પૈસા

નવી દિલ્હી: ઇન્કમ ટેક્સ વિભાગ (Income tax Department) tax refundના કેસ ધનાધન ઉકેલાઇ રહ્યા છે. તેણે એક અઠવાડિયામાં જ 10.2 લાખ કરદાતાઓને કુલ 4250 કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું. સીબીડીટીના અનુસાર નાણા મંત્રાલયનો આદેશ છે કે 5 લાખ રૂપિયા સુધી Tax રિફંડને જલદીમાં જલદી ઇશ્યૂ કરવામાં આવશે. તેનાથી Lockdownમાં લગભગ 14 લાખ વ્યક્તિગત અને કારોબારી tax payer ને રાહત મળશે. 

CBDT એ 14 એપ્રિલ, 2020 સુધી 10.2 લાખ ટેક્સપેયરને 4250 કરોડ રૂપિયાનું રિફંડ કર્યું. આ અઠવાડિયે લગભગ 1.75 લાખ અને ટેક્સપેયરને રિફંડ મોકલવામાં આવશે. CBDT એ કહ્યું કે આ રિફંડ 5 થી 7 વર્કિંગ ડેમાં ટેક્સપેયરના ખાતાઓમાં નાખી દેવામાં આવશે. 

તમને જણાવી દઇએ કે Tax રિફંડ ઓનલાઇન અથવા સાઇન્ડ ITR વેરિફિકેશન ફોર્મની કોપી સેન્ટ્રલ પ્રોસેસિંગ (CPC) પાસે મોકલી વેરિફાઇ કરાવતાં બાકી કામ ઓનલાઇન થાય છે. ત્યારબાદ ડેટા મેચ થાય છે. અને Income ટેક્સ એક્ટ 1961 સેક્શન 143(1) હેઠળ એક સૂચના જાહેર તહય છે, જેમાં Tax પેયર દ્વારા રિફંડ અથવા ટેક્સને બતાવવામાં આવે છે. 

Refund ચેક કરવાની રીત
ITR પ્રોસેસ્ડ છે કે નહી, તેને સરળતાથી ચેક કરી શકાય છે.
ટેક્સ રિટર્નનું સ્ટેટસ ચેક કરવા માટે ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર જાવ.
ઇ-ફાઇલિંગ વેબસાઇટમાં Login કરતાં તમને તેની ખબર પડશે. 
dashboard>View return/forms પર ક્લિક કરો.
Income tax returns ને સિલેક્ટ કરો અને submit કરી દો.
જે રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું તેના સ્ટેટસને જોવા માટે વર્ષના  “acknowledgement number” પર ક્લિક કરો. 

CBDT વ્યક્તિગત ઇનકમ ટેક્સ અને કંપની ટેક્સના મામલા સથે જોડાયેલા પ્રત્યક્ષ ટેક્સ સેક્ટરની ટોચની સરકારી સંસ્થા છે. તેની પાછળ કારોબારી વર્ષમાં કુલ 1.84 લાખ કરોડ રૂપિયાના 2.50 કરોડ રિફંડ ઇશ્યૂ કર્યા હતા. 

વિભાગે કહ્યું કે લગભગ 1.74 લાખ કેસમાં ટેક્સપેયરને મોકલવામાં આવેલા Email પર તેના જવાબની રાહ છે. તેમને તેમની પાસેથી તેમના રિફંડના બાકી ટેક્સ માંગની સાથે સમાધાન કરવા વિશે પૂછવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More