Home> Business
Advertisement
Prev
Next

Explainer: જો ભૂલથી તમારા ખાતા પૈસા આવી ગયા અને નિકાળી લઇએ તો શું થશે?

RBI: હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બેંકે ભૂલથી એક વ્યક્તિના ખાતામાં 26 લાખ રૂપિયા મોકલી દીધા હતા અને હવે તે વ્યક્તિ બેંકમાં પૈસા પરત કરવાનો ઇનકાર કરી રહ્યો છે. જો તમારી સાથે ક્યારેય આવું થાય તો શું કરવું...?

Explainer: જો ભૂલથી તમારા ખાતા પૈસા આવી ગયા અને નિકાળી લઇએ તો શું થશે?

Reserve Bank Of India: શું તમારી સાથે એવું બન્યું છે કે તમારા ખાતામાં ભૂલથી પૈસા આવી ગયા...? કદાચ આવું ન થયું હોય, પરંતુ તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બેંકે ભૂલથી એક વ્યક્તિના ખાતામાં 26 લાખ રૂપિયા મોકલી દીધા હતા અને હવે તે વ્યક્તિ બેંકમાં પૈસા પરત કરવાનો ઇનકાર કરી રહ્યો છે. આ વ્યક્તિએ તેના ખાતામાંથી તમામ પૈસા ઉપાડી લીધા છે. આ મામલો યુપીના નોઈડાનો છે. બેંકે આ વ્યક્તિ પાસેથી પૈસા પાછા માંગ્યા છે, પરંતુ આ વ્યક્તિ પૈસા આપવા તૈયાર નથી.

ભારતીય રાજા પાસે હતો ભલ્લાલ દેવ જેવો ખતરનાક રથ અને મોટા મોટા પથ્થર ફેંકવાનું મશીન?

બેંકે આ વ્યક્તિ વિરુદ્ધ 26,15,905 રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવીને કેસ નોંધ્યો છે. હવે અમે તમને જણાવીએ કે જો તમારી સાથે ક્યારેય આવું થાય તો શું કરવું... અથવા જો તમે ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી લો, તો તમે તેને કેવી રીતે પાછું મેળવી શકશો?

મૃત્યુ પછી કેમ મોંઢામાં મુકવામાં આવે છે તુલસી અને ગંગાજળ? શું છે ધાર્મિક માન્યતા
2 મિનિટમાં LIC એ ભરી દીધી જોળી, પૈસા લગાવનારાઓને થયો 35000 નો ફાયદો

આ મામલે શું કહે છે કોર્ટ?
પટિયાલા હાઉસ કોર્ટના એડવોકેટના કહેવા પ્રમાણે, જો તમે ભૂલથી કોઈના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય તો તેનો અર્થ એ નથી કે તે તમારા પૈસાનો માલિક બની ગયો છે. એવામાં, જો તે વ્યક્તિ પૈસા ખર્ચ કરે છે, તો તેની સામે IPCની કલમ 406 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ સિવાય આ વ્યક્તિને 1 થી 3 વર્ષની જેલ થઈ શકે છે અથવા દંડ પણ થઈ શકે છે. સાથે જ બંને સજા પણ મળી શકે છે.

Vitamin D વધુ લેવાથી શરીરમાં થાય છે આ 5 ખતરનાક નુકસાન, જાણી લો સાઇડ ઇફેક્ટ્સ
Home Remedies for Headache: ચપટીમાં ગાયબ થઇ જશે માથાનો દુખાવો, અપનાવો આ 5 ઘરેલુ નુસખા

શું છે રિઝર્વ બેંકનો નિયમ?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ઘણી વખત લોકો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતી વખતે આ પ્રકારની ભૂલ કરે છે. અથવા પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થાય છે. તો એવામાં તમે બેંકમાં ફરિયાદ કરી શકો છો. આ પછી, તમને 48 કલાકની અંદર તમારા પૈસા મળી જશે. આ સ્થિતિમાં ગ્રાહકોએ પોતાના સર્વિસ પ્રોવાઇડરને પણ રિપોર્ટ કરવો જોઇએ. તમે જે પણ માધ્યમથી પૈસા ટ્રાંસફર કર્યા છે તેને કસ્ટમર કેર નંબર પર કોલ કરવો જોઇએ. 

Weight Loss Food: લટકતી ફાંદ 1 મહિનામાં થઇ જશે અંદર, બસ આ 5 વસ્તુ ખાવાનું કરી દો શરૂ
Upcoming Thriller Movies in 2024: આ 5 ફિલ્મો કરશે ધમાકો, સ્ક્રીન પર લાગશે સસ્પેંસ-થ્રિલરનો તડકો

અહીં પણ કરી શકો છો ફરિયાદ ?
આ સંબંધમાં એસબીઆઈ દ્વારા માહિતી પણ આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો બેંક શાખામાં ગ્રાહકની સમસ્યાનું નિરાકરણ ન આવે તો ગ્રાહક https://crcf.sbi.co.in/ccfunder પર પણ ફરિયાદ કરી શકે છે. 

Stock Market Update: 5 દિવસ અને આ 5 ચવન્ની શેરોએ કર્યો માલામાલ, રોકાણકારોએ કરી ધૂમ કમાણી
Year Ender 2023: મળો ભારતની ટોપ 10 અમીર મહિલાઓને, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

ટોલ ફ્રી નંબર પર નોંધાવો ફરિયાદ 
જો UPI અથવા નેટ બેંકિંગ દ્વારા ખોટા ખાતામાં ચુકવણી કરવામાં આવી હોય, તો તમે ટોલ ફ્રી નંબર 18001201740 પર સંપર્ક કરી શકો છો. અહીં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

મીન રાશિમાં રહેશે રાહુ, 2024 માં આ રાશિના લોકોને બનાવશે કરોડપતિ, પ્રમોશન તો પાક્કું
Weekly Horoscope: 2023 ના છેલ્લા અઠવાડિયામાં ચમકી જશે કિસ્મત, આ લોકો રોજ કરશે તાગડ ધિન્ના

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More