Home> Business
Advertisement
Prev
Next

Home Buy: ઘર ખરીદવું હોય તો ઉતાવળ કરજો, વધવાના છે મકાનોના ભાવ, આ છે મોટું કારણ

New House Price:જો તમે નવું ઘર ખરીદવા માંગતા હો તો ઉતાવળ કરજો કારણ કે આગામી સમયમાં ફ્લેટ કે મકાનોનાં ભાવમાં વધારો થઈ શકે છે. લાંબા સમયથી મકાનોની કિંમતોમાં વધારો થયો નથી પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મકાનોની કિંમતો વધશે. વર્તમાન નાણાકીય વર્ષમાં મકાનોની કિંમતમાં 8-10 ટકાનો વધારો થયો છે અને 2023-24 દરમિયાન તેમાં વધુ પાંચ ટકાનો વધારો થઈ શકે છે. જેમ જેમ હોમલોનના વ્યાજ દર વધી રહ્યાં છે એની અસર પણ મકાનોની કિંમતો પર પડે તો નવાઈ નહીં. 

Home Buy: ઘર ખરીદવું હોય તો ઉતાવળ કરજો, વધવાના છે મકાનોના ભાવ, આ છે મોટું કારણ

Home Price: દરેક વ્યક્તિને ઘર ખરીદવાની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પોતાનું ઘર હોય. બીજી બાજુ, જો તમે હવે ઘર ખરીદવા માંગો છો, તો એક વાતનું ધ્યાન રાખો. વાસ્તવમાં લાંબા સમયથી મકાનોની કિંમતો ઓછી હતી, પરંતુ હવે  મકાનોની કિંમતો વધશે. વર્તમાન નાણાકીય વર્ષમાં મકાનોની કિંમતમાં 8-10 ટકાનો વધારો થયો છે અને 2023-24 દરમિયાન તેમાં વધુ પાંચ ટકાનો વધારો થઈ શકે છે.

ઘરની કિંમતો
ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચે 2023-24 માટે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરના આઉટલૂકને 'સુધારા'થી બદલીને 'તટસ્થ' કર્યું છે. એક નિવેદનમાં, તેમણે જણાવ્યું હતું કે, "બાંધકામ ખર્ચ, વધતા હોમ લોનના દરો અને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મંદી હોવા છતાં રહેણાંક રિયલ એસ્ટેટ માર્કેટમાં 2022-23માં તેજી ચાલું રહી છે અને મકાનોના વેચાણમાં વધારો થયો છે. 

આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
આ પણ વાંચો: તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ

મકાનોની માંગ વધી
કહેવામાં આવ્યું છે કે મંદી અને ફુગાવાના દબાણને કારણે નજીકના ભવિષ્યમાં માંગને અમુક અંશે અસર થઈ શકે છે, પરંતુ એવી અપેક્ષા છે કે બજાર દબાણનો સામનો કરશે. એજન્સીએ કહ્યું કે માંગમાં પણ વધારો થઈ શકે છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ જણાવ્યું હતું કે, "સંપત્તિની કિંમતો 2022-23માં વાર્ષિક ધોરણે 8-10 ટકા વધી છે, તે 2023-24માં વધુ પાંચ ટકા વધી શકે છે."

આ પણ વાંચો: 6 એપ્રિલથી બનશે ખૂબ જ શુભ માલવ્ય યોગ, આ રાશિના લોકો પર ધન અને પ્રેમનો વરસાદ થશે!
આ પણ વાંચો: Pension Scheme: પરીણિતોને ફાયદો જ ફાયદો, મોદી સરકાર આપી રહી છે પૂરા 51,000!
આ પણ વાંચો: Teacher's Village: આ છે શિક્ષકોનું ગામ, 600 ઘરોના આ ગામમાંથી બન્યા 300થી વધુ શિક્ષકો

હાઉસિંગ વેચાણ
આ સમયે, એવું કહેવામાં આવ્યું છે કે 2021-22માં મકાનોના વેચાણ પાછળનું મુખ્ય કારણ તેમની ઓછી કિંમત છે. જો કે, વધતી જતી મોંઘવારી અને રેપો રેટમાં વધારો થવાને કારણે 2022-23માં ઘરોની કિફાયતી શ્રેણીની માંગ પર અસર પડી છે.

આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More