Home> Business
Advertisement
Prev
Next

મધમાખી પાલન: ગુજરાતમાં અહીં મફતમાં મળી રહી છે તાલીમ, રહેવાની પણ મળશે સગવડ

Honey Bee Farming: મધમાખી પાલનનો વ્યવસાય દેશમાં ખૂબ જ ઝડપી વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો મધમાખી પાલનનો ધંધો કરી મોટો નફો કમાઈ રહ્યા છે. સરકાર તરફથી ખેડૂતોને લાભ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તરફથી ખેડૂતોને સહાય અપાય છે. આ એક ઉભરતો વ્યવસાય છે ખેતી સાથે આ વ્યવસાય કરાય તો ખેડૂતોને વધારાની આવક મળી રહી છે. મધના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યાં છે ત્યારે ખેડૂતો ઓછા ખર્ચમાં લાખોની કમાણી કરી શકે છે. આ માટે તાલિમની જરૂરીયાત હોય તો બાગાયત વિભાગ મફતમાં ખેડૂતોને તાલિમ પણ આપે છે.

મધમાખી પાલન: ગુજરાતમાં અહીં મફતમાં મળી રહી છે તાલીમ, રહેવાની પણ મળશે સગવડ

Bee Keeping: ગુજરાતમાં પણ મધમાખી પાલન માટે સરકારની સહાયની જોગવાઈઓ છે. જો 10 પેટીથી મધમાખી પાલનની શરુઆત કરવામાં આવે છે. જેમા લગભગ 40 હજાર રુપિયા સુધીનો ખર્ચ થાય છે. મધમાખીઓની સંખ્યામાં દર વર્ષે વધતી રહે છે. મધમાખીઓની સંખ્યા જેટલી વધારે થાય તેટલું ઉત્પાદન પણ વધારે મળતું હોય છે. મધમાખી ઉછેર, રાણી મધમાખીનો ઉછેર, મધમાખી પાલન દરમિયાન લેવાની થતી કાળજીઓ અને તેની માવજત, મધમાખીના પરજીવી અને પરભક્ષીઓ તથા તેનું નિયંત્રણ, બાગાયત ખાતાની વિકાસલક્ષી યોજનાઓ વિષે લોકોને અહીં માહીતી મળી રહેશે. 

ગુજરાતના ખાતું, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨/૦૨/૨૦૨૪ થી ૨૩/૦૨/૨૦૨૪ ના રોજ બેદિવસીય મધમાખી પાલન વિષય પર તાલિમ કાર્યક્રમનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-લોકભારતી સણોસરા ખાતે આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા ખેડૂતોએ નીચે આપેલ નંબર પર નોંધણી કરાવવા વિનંતિ, જેથી કાર્યક્રમમાં કોઇ અગવડતા ન પડે.

નોંધણી કરાવવા માટે :

  • ડૉ. સરોજ ચૌધરી
  • 94625 07081

તારીખ : ૨૨/૦૨/૨૦૨૪

  • સ્થળ: સ્મૃતિ ભવન
  • સમય : સવારે ૯.૦૦ વાગે

નોંધ: તાલીમનો કોઇ ચાર્જ/ ફી નથી. દૂરથી આવનાર ખેડૂતમિત્રોને રોકાવાની વ્યવસ્થા નિ:શુલ્ક છે, જેના માટે અગાઉથી ઉપરના નંબર પર જાણ કરવી ફરજીયાત છે.

સરકારી સહાય માટે આ જોઈશે ડોક્યુમેન્ટ
Ikhedut Portal પર ચાલતી મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.  

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

રાજ્ય સરકાર 40 % આપે છે સબસીડી 
મધમાખી ઉછેરની પેટી ખરીદવા માટે રાજ્ય સરકાર 40% સબસીડી આપે છે. એટલે કે, જે મધની પેટી બજારમાં રૂ. ૪,૦૦૦ની મળે છે, તે સરકારની સહાયથી ખેડૂતોને લગભગ રૂપિયા 1800માં જ મળી રહે છે. કૃષિ સિવાયના સમયમાં ખેતરમાં જ આ મધુમક્ષિકા પાલન દ્વારા વધારાની આવક મેળવવા સાથે ગામના યુવાનોને રોજગારીનો અવસર પણ મળી શકે છે.  ખેડા, આણંદ અને સાબરકાંઠા જિલ્લામાં મધુમક્ષિકા પાલનનો વ્યવસાય કરીને આ મીઠી અને મધુરી ખેતી કરી રહ્યા છે.મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે. ખેડૂત લાભાર્થી દીઠ સાધનના 1 સેટની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. MIDH ગાઇડલાઇન મુજબ રાજય સરકારની વધારાની ૨૫% પુરક સહાય લાભાર્થી દ્વારા નેશનલ બી બોર્ડ / કૃષિ યુનિવર્સીટી /કે.વી.કે./સેન્ટર ઓફ એક્સલન્સ જેવી સંસ્થાઓ પાસેથી તાલીમ મેળવ્યા બાદ સહાય ચુકવવાની રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More