Home> Business
Advertisement
Prev
Next

હોંડાથી ફરી આગળ નિકળી હીરો મોટોકોર્પ, વધ્યું આટલું અંતર

હીરો મોટોકોર્પે તાજેતરમાં જ સમાપ્ત નાણાકીય વર્ષ 2018-19માં ઘરેલૂ બજારમાં દ્વિચક્રી વાહનોના વેચાણના મામલે પોતાની મુખ્ય પ્રતિદ્વંદ્રી હોંડા સાથે વધુ અંતર વધારી દીધું છે. હીરો મોટોકોર્પનું વેચાણ હોંડાથી લગભગ 20 લાખ એકમ વધુ રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં હીરો મોટોકોર્પનું વેચાણ 78,20,745 એકમ રહ્યું. તો બીજી તરફ હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયા (એચએમએસઆઇ)નું વેચાણ 59,00,840 એકમ રહ્યું.

હોંડાથી ફરી આગળ નિકળી હીરો મોટોકોર્પ, વધ્યું આટલું અંતર

નવી દિલ્હી: હીરો મોટોકોર્પે તાજેતરમાં જ સમાપ્ત નાણાકીય વર્ષ 2018-19માં ઘરેલૂ બજારમાં દ્વિચક્રી વાહનોના વેચાણના મામલે પોતાની મુખ્ય પ્રતિદ્વંદ્રી હોંડા સાથે વધુ અંતર વધારી દીધું છે. હીરો મોટોકોર્પનું વેચાણ હોંડાથી લગભગ 20 લાખ એકમ વધુ રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં હીરો મોટોકોર્પનું વેચાણ 78,20,745 એકમ રહ્યું. તો બીજી તરફ હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયા (એચએમએસઆઇ)નું વેચાણ 59,00,840 એકમ રહ્યું.

હીરો મોટોકોર્પનું વેચાણ 75,87,130 યૂનિટ રહ્યું હતું
આ પ્રકારે હીરો મોટોકોર્પનું વેચાણ એચએમએસઆઇ કરતાં 19,19,905 એકમ વધુ રહ્યું. નાણાકીય વર્ષ 2017-18માં હીરો મોટોકોર્પનું વેચાણ 75,87,130 એકમ રહ્યું હતું, જ્યારે એચએમએસઆઇનું વેચાણ 61,23,877 એકમ રહ્યું હતું. બંને કંપનીઓ વચ્ચે વેચાણનું અંતર 14,63,253 એકમ રહ્યું હતું. 

હીરોએ કહ્યું કે ગત નાણાકીય વર્ષમાં પ્રીમિયમ મોટરસાઇકલ ખંડમાં એક્ટ્રિમ 200 આર તથા ઝડપથી વધતા 125 સીસી સ્કૂટરમાં ડેસ્ટિની 125ની સાથે વેચાણમાં વધારાનો સિલસિલો યથાવત રાખી શકી. તો બીજી તરફ એચએમએસઆઇએ 2020 સુધી હીરોને પાછળ છોડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યો છે. કંપનીએ કહ્યું કે 2018-19ની બીજી છમાસિકમાં પડકારપૂર્ણ પરિસ્થિતિઓના લીધે પહેલી છમાસિકમાં લાભ સમાપ્ત થઇ ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More