Home> Business
Advertisement
Prev
Next

Good News : HDFCએ ઘટાડ્યા હોમલોનના વ્યાજદર, જુના ગ્રાહકોને પણ થશે મોટો ફાયદો 

નવા વર્ષે (New Year 2020) હોમ લોન (Home Loan) લેનારા લોનધારકોને એચડીએફસી (HDFC)એ ગિફ્ટ આપી છે.

Good News : HDFCએ ઘટાડ્યા હોમલોનના વ્યાજદર, જુના ગ્રાહકોને પણ થશે મોટો ફાયદો 

નવી દિલ્હી : નવા વર્ષે (New Year 2020) હોમ લોન (Home Loan) લેનારા લોનધારકોને એચડીએફસી (HDFC)એ ગિફ્ટ આપી છે. એચડીએફસીએ પોતાના હોમલોનના વ્યાજદરમાં 0.05 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એચડીએફસીએ શુક્રવારે આ જાહેરાત કરી છે. બેંકના આ નિર્ણયથી જુના અને નવા બંને હોમ લોનના ગ્રાહકોને ફાયદો થશે. 

પૈસા ચૂકવ્યા વગર પણ ટોલ પ્લાઝા ક્રોસ કરી શકો છો...આ નિયમ ખબર છે તમને?

એચડીએફસી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોમ લોનના રિટેલ પ્રાઇમ લેંડિંગ રેટ (આરપીએલએઆર)માં 0.05 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા દર 6 જાન્યુઆરીથી લાગુ કરવામાં આશે. નોંધનીય છે કે બેંક પોતાના વેરિએબલ રેટનો દર આરપીએલઆરના આધારે નક્કી કરે છે.  प्र

નવા વર્ષે સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, અત્યાર સુધી આટલું થયું નથી મોંઘુ

જણાવી દઇએ કે HDFC પોતાના હોમ લોન પર રેટ્સને રિટેલ પ્રાઇમ લેંડિંગ રેટના આધારે નક્કી કરે છે. પરિણામે HDFCના નવા દરો 8.20 ટકાથી નવ ટકાની વચ્ચે રહેશે. સાથે જ બેન્કનો આ નિર્ણય નવા અને જૂના બંને પ્રકારના ગ્રાહકો માટે લાગુ થશે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે ગ્રાહકોને મોટી ભેટ આપી છે. એસબીઆઇએ એક્સટર્નલ બેંચમાર્ક બેસ્ટ રેટ (EBR)માં ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ તે 8.05થી ઘટીને 7.80 ટકા પર આવી ગઇ છે. તેમાં 25 બીપેસનો ઘટાડો આવ્યો છે. નવા દરો એક જાન્યુઆરી 2020થી લાગુ થઇ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More