Home> Business
Advertisement
Prev
Next

HDFC Bank એ ગ્રાહકોને આપ્યો આંચકો, વધારી દીધા લોન પર વ્યાજ દર

HDFC bank home loan interest rate: નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા બેંકે ગ્રાહકોને હોમ લોન પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. HDFC બેંકે તેની રેપો-લિંક્ડ હોમ લોન પરના વ્યાજ દરોમાં 10-15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

HDFC Bank એ ગ્રાહકોને આપ્યો આંચકો, વધારી દીધા લોન પર વ્યાજ દર

HDFC Bank Home Loan: ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા બેંકે ગ્રાહકોને હોમ લોન પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. HDFC બેંકે તેની રેપો-લિંક્ડ હોમ લોન પરના વ્યાજ દરોમાં 10-15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ લોનના દર 8.70 થી 9.8 ટકાના દાયરામાં આવી ગયા છે.

Best mutual funds: મ્યૂચુઅલ ફંડે ખોલી દીધી 'કિસ્મત'... એક વર્ષમાં 70% નું રિટર્ન

બેંકની વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, હોમ લોનના દરમાં આ ફેરફાર HDFC બેંક અને HDFCના મર્જરને કારણે થયો છે અને હવે તેને રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR) સાથે જોડવામાં આવશે નહીં.

બેંકે જાહેર કર્યા FAQ
બેંક દ્વારા જારી કરવામાં આવેલા FAQ મુજબ તમારા એકાઉન્ટ પર લાગુ વ્યાજ દર હવે રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR) ને બદલે EBLR (બાહ્ય બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ) સાથે લિંક કરવામાં આવશે. આ ફ્લોટિંગ વ્યાજ દરો પરના નિયમનકારી માર્ગદર્શિકાઓનું પાલન કરે છે. મર્જર પછી ROI માં કોઈ ફેરફાર થશે નહીં અને ભવિષ્યમાં કોઈપણ ફેરફારો EBLR પર આધારિત હશે. બેંકે સ્પષ્ટતા કરી છે કે નવા રેપો લિંક્ડ વ્યાજ દર નવા ગ્રાહકોને લાગુ પડશે. જૂના ગ્રાહકો RPLR ચાલુ રાખી શકે છે.

Offer: Alto, Wagon R પર મોટું ડિસ્કાઉન્ટ, Celerio પર પણ છૂટ; 67000 સુધીની થશે બચત
જાણો સિંગર અનન્યા બિરલાની નેટવર્થ, મહિલાઓને બિઝનેસ શરૂ કરવામાં કરે છે મદદ

શું છે રેપો રેટ?
એક્સટર્નલ બેન્ચમાર્ક લેડિંગ રેટ્સ આરબીઆઈ રેપો રેટ સાથે જોડાયેલા છે. હાલમાં રેપો રેટ 6.50 ટકા છે. રેપો રેટ એ વ્યાજ દર છે કે જેના પર ભારતની મધ્યસ્થ બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) વ્યાપારી બેંકોને લોન આપે છે. તેના આધારે લોન લેનારાઓની EMI નક્કી કરવામાં આવે છે.

Heart Attack થી બચાવશે આ Yellow Foods, બીપીથી માંડીને વજન ઘટાડવામાં પણ કરશે મદદ
ડાયટમાં સામેલ કરો આ 8 આઇટમ, પછી જુઓ...AI કરતાં પણ ફાસ્ટ કામ કરવા લાગશે દિમાગ!

અન્ય બેંકોમાં હોમ શું છે લોનના દર?
ICICI બેંકમાં હોમ લોનના દર 9 ટકાથી 10.05 ટકાની વચ્ચે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના હોમ લોનના દર 9.15 ટકાથી લઈને મહત્તમ 10.05 ટકા સુધી છે. બીજી તરફ, એક્સિસ બેંક તેના ગ્રાહકોને 8.75 થી 9.65 ટકાના દરે હોમ લોન આપી રહી છે. તે જ સમયે, કોટક મહિન્દ્રા બેંક ગ્રાહકોને 8.70 ટકાના દરે લોન આપી રહી છે.

40 કરોડમાં વેચાઇ આ ગાય, ભારત સાથે છે ખાસ નાતો, ખૂબીઓ જાણીને રહી જશો દંગ
Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More