Home> Business
Advertisement
Prev
Next

એચડીએફસી બેંકને ‘ભારતની શ્રેષ્ઠ ખાનગી બેંક’ જાહેર કરાઇ, મળ્યો આ એવોર્ડ

વર્ષ 2020ના અંતે એચડીએફસી બેંકમાં ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગને પ્રભાવિત કરનારાઆઉટેજિસ જેવી ખાસ ફરિયાદો જોવા મળી નથી.

એચડીએફસી બેંકને ‘ભારતની શ્રેષ્ઠ ખાનગી બેંક’ જાહેર કરાઇ, મળ્યો આ એવોર્ડ

નવી દિલ્હી: પ્રોફેશનલ વેલ્થ મેનેજમેન્ટ (પીડબ્લ્યુએમ) દ્વારા આયોજિત ગ્લોબલ પ્રાઇવેટ બેંકિંગ એવોર્ડ્સ 2021માં એચડીએફસી બેંકને ભારતની શ્રેષ્ઠ ખાનગી બેંક જાહેર કરવામાં આવી છે. પ્રોફેશનલ વેલ્થ મેનેજમેન્ટ (પીડબ્લ્યુએમ) ખાનગી બેંકોની વૃદ્ધિની વ્યૂહરચનાઓ તથા તેઓ જેમાં સંચાલન કરે છે તે પ્રાદેશિક નાણાકીય કેન્દ્રોનું વિશ્લેષણ કરવામાં વિશેષતા ધરાવે છે.

પીડબ્લ્યુએમએ જણાવ્યું હતું કે‘આજે ગ્રાહકો ઇએસજી, અલ્ટર્નેટિવ્સ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં તજજ્ઞતાની માંગણી કરતાં હોવાથી પીડબ્લ્યુએમના એવોર્ડ્સ એવી બેંકોની સફળતાને બિરદાવે છે, જે હંમેશા એક ડગલું આગળ રહે છે.’

ભારતની સૌથી મોટી ખાનગી માલિકીની બેંકનોએક હિસ્સો એવી એચડીએફસી બેંક પ્રાઇવેટ બેંકિંગ તેના ગ્રાહકોને તેમની રિસ્ક પ્રોફાઇલ અને લક્ષ્યો પર આધાર રાખી ‘એસેટ્સની ઇષ્ટત્તમ ફાળવણી’માટે તમામ એસેટવર્ગોમાં ઉત્પાદનોનો એક આખો સમૂહ પૂરો પાડે છે. એચડીએફસી બેંકમાં રોકાણ અને ખાનગી બેંકિંગ, માર્કેટિંગ અને રીટેઇલ લાયેબિલિટી પ્રોડક્ટ્સના ગ્રૂપ હેડ રાકેશ સિંહે જણાવ્યું હતું કે, બેંક વધુને વધુ રીલેશનશિપ મેનેજરોને કામે રાખી તથા નવા ઉત્પાદનો અને સેવાઓને ઉમેરી ભૌગોલિક વિસ્તરણ મારફતે માર્કેટના હિસ્સામાં વધારો કરવાના માર્ગે આગળ વધી રહી છે.

Multibagger Penny Stock: આ સ્ટોકે એક વર્ષમાં 1 લાખના બનાવી દીધા 83 લાખ, શેરમાં હજુ પણ છે દમ!

રાકેશ સિંહે આગળ ઉમેર્યું હતું કે, ‘ઓપન આર્કિટેક્ચર, એસેટની ઇષ્ટત્તમ ફાળવણી અને માર્કેટની સાથે નિયમિતપણે પોર્ટફોલિયોનું ફરીથી બેલેન્સિંગ કરવું એ અમારી ભવિષ્યની વૃદ્ધિને આગળ વધારશે.અમે શક્ય એટલી વધારે પ્રક્રિયાઓને ડિજિટાઇઝ કરી રહ્યાં છીએ. ખાતું ખોલાવવાની પ્રક્રિયા હવે ડિજિટલ થઈ ગઈ છે. ક્લાયેન્ટના રીપોર્ટ્સ હવે સંપૂર્ણપણે ડિજિટાઇઝ થઈ ગયાં છે અને નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકગાળાથી ગ્રાહકો ફક્ત એક જ બટન ક્લિક કરીને તેને મેળવી શકશે. અમારો પ્રયાસ એ છે કે, ચોથા ત્રિમાસિકગાળાથી અમારા તમામ વેલ્થ ગ્રાહકો માટે સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ બનાવી દેવામાં આવે.’

તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘વર્તમાન ધોરણેને સતત સુધારવા માટેના આ નવીનીકરણો અને દ્રઢ નિશ્ચયને કારણે જ બેંક છેલ્લાં છ મહિનાથી માર્કેટનો હિસ્સો મેળવી રહી છે. જોકે, વર્ષ 2020ના અંતે એચડીએફસી બેંકમાં ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગને પ્રભાવિત કરનારાઆઉટેજિસ જેવી ખાસ ફરિયાદો જોવા મળી નથી.’જોકે, રાકેશ સિંહે એ સ્વીકાર્યું હતું કે, ‘અમે સ્વીકારીએ છીએ કે, તેના કારણે અમારા કેટલાક ગ્રાહકોને ઘણી સમસ્યા પેદા થઈ છે.’તેમણે આગળ જણાવ્યું હતું કે,‘અમારું માનવું છે કે, અમારી ટેકનોલોજીના સેટઅપને સુધારવા માટે લેવામાં આવેલા પગલાં આ પ્રકારની સમસ્યાઓને યોગ્ય રીતે દૂર કરી દેશે.’

ગ્લોબલ પ્રાઇવેટ બેંકિંગ એવોર્ડ્સ 2021 માટે પીડબ્લ્યુએમને 120થી વધુ સબમિશન પ્રાપ્ત થયાં હતાં, જેના પર ચાર ખંડના 16 જજની પેનલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બેંકના પ્રાઇવેટ બેંકિંગ ગ્રૂપની પાછળથી ‘વેલ્થ’ તરીકેની ફરીથી બ્રાન્ડ તૈયાર કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More