Home> Business
Advertisement
Prev
Next

ઓનલાઇન કરિયાણા વ્યવસાયના અડધા ભાગ પર થઈ જશે રિલાયન્સનો કબજોઃ ગોલ્ડમેન સેશ


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ઓનલાઇન કરિયાણા બજારના અડધા ભાગ પર કબજો જમાવી શકે છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા અને કન્સલ્ટિંગ કંપની ગોલ્ડમેન સેશે આ અનુમાન જારી કર્યું છે. 

ઓનલાઇન કરિયાણા વ્યવસાયના અડધા ભાગ પર થઈ જશે રિલાયન્સનો કબજોઃ ગોલ્ડમેન સેશ

નવી દિલ્હીઃ દેશનો ઈ-કોમર્સ વ્યાપાર વાર્ષિક 27 ટકાના દરથી વધીને 2024 સુધી 99 અબજ ડોલર (આશરે 7.4 લાખ કરોડ રૂપિયા)નો થવાનું અનુમાન છે. આ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ઓનલાઇન કરિયાણા બજારના અડધા ભાગ પર કબજો જમાવી શકે છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા અને કન્સલ્ટિંગ કંપની ગોલ્ડમેન સેશે આ અનુમાન જારી કર્યું છે. 

ગોલ્ડમેન સેશે કહ્યું કે, ફેસબુકની સાથે જોડાણથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓનલાઈન કરિયાણા બજારના અડધા ભાગ પર કબજો જમાવી શકે છે. 

શું કહેવામાં આવ્યું રિપોર્ટમાં
ગોલ્ડમેન સેશે એક રિપોર્ટમાં કહ્યું કે, કોવિડ-19 સંકટને કારણે વૈશ્વિક સ્તર પર ઈ-કોમર્સ કંપનીની ઘૂંસપેંઠ બમણી થઈ ગઈ છે. તેમાં ગ્રાહકો ડબ્બાબંધ વસ્તુઓ જેવા ક્ષેત્રમાં સર્વાધિક વૃદ્ધિ થઈ છે. વૃદ્ધિ એટલી ઝડપી રહી કે જે પહોંચ ત્રણ વર્ષમાં થવાની હતી તે ત્રણ મહિનામાં થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, 'ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓનો આકાર 2019-2020થી 27 ટકા સંચિત દરથી વૃદ્ધિ (CAGR) દ્વારા 2024 સુધી 99 અબજ ડોલર થઈ જશે. વૃદ્ધિના મામલામાં અમારા હિસાબે તેમાં કરિયાણું અને ફેશન/વસ્ત્રોનું યોગદાન મહત્વપૂર્ણ છે.' રિટેઇલ છેત્રની ઓનલાઇન પહોંચ 2024 સુધી 10.7 ટકા સુધી થવાનું અનુમાન છે, જે 2019માં 4.7 ટકા હતી. 

30 દિવસમાં દૂર થશે કરદાતાની ફરિયાદો, CBDTએ આપ્યો આદેશ

રિલાયન્સ આવવાનું શું છે મહત્વ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, અમારા વિચારથી નજીકના ભવિષ્યમાં ભારતીય ઈન્ટરનેટમાં સૌથી મોટી વસ્તુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ઈ-કોમર્સ સેક્ટરમાં પ્રવેશ છે. કંપનીએ ઓનલાઈન કરિયાણા માટે વોટ્સએપ સાથે ભાગીદારી કરી છે. ફેસબુકે રિલાયન્સની સબ્સિડિયરી જીયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકાની ભાગીદારી ખરીદી છે. જીયો પ્લેટફોર્મ્સમાં દેશની સૌથી મોટી દૂરસંચાર કંપની જીયો સામેલ છે. રિલાયન્સના ઈ-કોમર્સ વેન્ચર જીયો માર્ટની સ્થાનીક કરિયાણા સ્ટોર અને ગ્રાહકોને જોડવા માટે ફેસબુકના વોટ્સએપના ઉપયોગની યોજના છે. 

ગોલ્ડમેન સેશ અનુસાર 2019માં બિગ બાસ્કેટ અને ગ્રોફર્સની ઓનલાઈન કરિયાણા બજારમાં ભાગીદારી 80 ટકા હતા. ઓનલાઈન કરિયાણા બજાર વાર્ષિક 50 ટકાથી વધુના દરે વધી રહ્યું છે, પરંતુ કોવિડ-19ને કારણે ઓનલાઈન કરિયાણા સામાનની ખરીદી વધી છે. રિલાયન્સના પ્રવેશથી આ સેક્ટમાં વર્ષ 2019થી 2024 દરમિયાન 81 ટકાના વધારાનું અનુમાન છે. 

IT કંપનીમાં કામ કરનારા લોકો માટે ખાસ સમાચાર, સરકારે નિયમમાં કર્યો ફેરફાર

થઈ જશે માર્કેટ લીડર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, અમારૂ માનવું છે કે રિલાયન્સની ફેસબુકની સાથે ભાગીદારીથી કંનપી ઓનલાઈન ગ્રોસરી સેક્ટરમાં બજારની લીડર થઈ જશે અને 2024 સુધી તેની બજારમાં ભાગીદારી 50 ટકાથી વધી જશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More