Home> Business
Advertisement
Prev
Next

Semiconductor: સેમીકંડક્ટર પોલિસીની મોટી સક્સેસ, બે દેશોને પડ્યો ગુજરાતમાં રોકાણ કરવામાં રસ

Semiconductor Policy : ભારતના સેમીકંડક્ટર મિશન સાથે તાલમેલ સાધીને ગુજરાતે 2022 માં પોતાની સેમીકંડક્ટર પોલિસી રજૂ કરી હતી... હવે આ પોલિસીમાં બે મોટા દેશોને રસ પડ્યો 

Semiconductor: સેમીકંડક્ટર પોલિસીની મોટી સક્સેસ, બે દેશોને પડ્યો ગુજરાતમાં રોકાણ કરવામાં રસ

Gujarat semiconductor policy : ભારતીય સેમીકંડક્ટર મિશન અંતર્ગત ગુજરાત 2022 માં પોતાની સેમીકંડક્ટર પોલિસી રજૂ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા આયોજિત કાર્યક્રમો દરમિયાન કેટલાક દેશોએ ગુજરાતની આ પોલિસીમાં રસ દાખવ્યો છે. જેામં દક્ષિણ કોરિયા, જાપાન અને બેંગલુરુની અનેક કંપનીઓ ગુજરાત સાથે જોડાવા માંગે છે.  

ગુજરાતની પોલિસીમાં કંપનીઓને રસ 
ગુજરાતની સેમીકંડક્ટર પોલીસીમાં જાપાન અને દક્ષિણ કોરિયાની કંપનીઓને રસ પડ્યો છે. સાથે જ કેટલીક દિલ્હી અને બેંગલુરુ બેઝ્ડ કંપનીઓ પણ ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે. આગામી વાઈબ્રન્ટ સમિટ પહેલા જ આયોજિત કાર્યક્રમોમાં આ માહિતી સમે આવી છે. ભારતના સેમીકંડક્ટર મિશનની સાથે તાલમેલ બેસાડતા ગુજરાતે 2022 માં પોતાની સેમીકંડક્ટર પોલિસી રજૂ કરી હતી. એક સરકારી નિવેદન અનુસાર, રાજ્યની સેમીકંડક્ટર પોલિસીનો હેતુ વૈશ્વિક માર્કેટમાં પકડ બનાવવાનો છે. 

આજે અને આવતીકાલે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ : અંબાલાલની આ આગાહીથી ચેતીને રહેજો

માઈક્રોન સાણંદમાં લગાવશે પ્લાન્ટ
ચીપ મેન્યુફેક્ચરિંગ માઈક્રોન ટેકનોલોજી અમદાવાદના સાણંદ પાસે પોતાનો પ્લાન્ટ લગાવવા જઈ રહી છે. 2.75 અરબ ડોલરનું તેના માટે ઈન્વેસ્ટમેન્ટ થશે. કંપનીનો આ નિર્ણય બતાવે છે કે, ગુજરાતની સમર્પિત સેમીકંડક્ટર પોલિસીનું આ પરિણામ છે. આ પોલિસી વૈશ્વિક કંપનઓને પોતાની તરફ આકર્ષિત કરી રહી છએ. ગુજરાતે ગત વર્ષે જુલાઈમાં સેમીકંડક્ટર સેક્ટરમાં આવેલા મોટા ઈન્વેસ્ટમેન્ટ માટે એક નવી પોલિસી જ જાહેર કરી દીધી છે. જેમાં કંપનીઓને પ્રોત્સાહનની સાથે સાથએ સબસીડી પણ રજૂ કરાઈ છે. 

લોકસભા માટે ભાજપની નવી રણનીતિ : મિશન મોડમાં આવી ગયેલા ગુજરાત ભાજપે લીધો મોટો નિર્ણય

જાપાન અને સાઉથ કોરિયાની કંપનીને રસ
એક નિવેદન અનુસાર, સરકારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો ગોઠવી હતી. જે મુજબ, જાપાન અને દક્ષિણ કોરિયાની સાથે સાથે નવી દિલ્હી અને બેંગલુરુ બેઝ્ડ અનેક કંપનીઓને રાજ્યના આ ક્ષેત્રમાં રોકાણ માટે રસ પડ્યો છે. એક નિવેદન અનુસાર, આ કંપનીઓએ સેમીકંડક્ટર ઉદ્યોગ, એસેમ્બલી પરીક્ષણ, પેકેજિંગ તથા અન્ય સેક્ટર માટે રસ બતાવ્યો છે. 

મધદરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત, ગુજરાતની બોટનું કર્યું અપહરણ, 9 માછીમારોને લઈ ગયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More