Home> Business
Advertisement
Prev
Next

GST માં થવાનો છે મોટો ફેરફાર, આ વેપારીઓ શીખી લે બીલ બનાવવાની નવી રીત

જો તમે GST ભરતા હોવ તો બિલ બનાવવાની નવી રીત શીખી લેજો. GST માટે ઇ-ઇનવોઇસ બિલિંગ સિસ્ટમને સરકાર ફરજિયાત કરવા જઇ રહી છે. 1 એપ્રિલ 2020થી ઇ-ઇનવોઇસ સિસ્ટમ જરૂરી રહેશે. આ ફરજિયાત 100 કરોડથી વધુના ટર્નઓવરવાળી કંપનીઓ માટે હશે અને ફક્ત બિઝનેસ ટૂ બિઝનેસ લેણદેણ માટે હશે. 

GST માં થવાનો છે મોટો ફેરફાર, આ વેપારીઓ શીખી લે બીલ બનાવવાની નવી રીત

નવી દિલ્હી: જો તમે GST ભરતા હોવ તો બિલ બનાવવાની નવી રીત શીખી લેજો. GST માટે ઇ-ઇનવોઇસ બિલિંગ સિસ્ટમને સરકાર ફરજિયાત કરવા જઇ રહી છે. 1 એપ્રિલ 2020થી ઇ-ઇનવોઇસ સિસ્ટમ જરૂરી રહેશે. આ ફરજિયાત 100 કરોડથી વધુના ટર્નઓવરવાળી કંપનીઓ માટે હશે અને ફક્ત બિઝનેસ ટૂ બિઝનેસ લેણદેણ માટે હશે. 

આ પહેલાં સરકાર 500 કરોડથી વધુના ટર્નઓવરવાળી કંપનીઓ માટે 1 જાન્યુઆરી 2020થી સ્વૈચ્છિક રીતે લાગૂ કરશે. ત્યારબાદ 1 ફેબ્રુઆરીના રોજ 100 કરોડ રૂપિયા ટર્નઓવરવાળી કંપનીઓ માટે આ લાગૂ થઇ જશે. એ પણ સ્વૈચ્છિક રહેશે પરંતુ એપ્રિલથી ફરજિયાત થઇ જશે. તો બીજી તરફ 100 કરોડ રૂપિયા ટર્નઓવરવાળી કંપનીઓ માટે આ સ્વૈચ્છિક જ રહેશે.

દેશના 80 લાખ વેપારીઓને મોદી સરકારની ભેટ, મફતમાં ફાઈલ કરી શકશે GST રિટર્ન

ઇ-ઇનવોઇસ બિલિંગ સિસ્ટમ હેઠળ ઇનવોઇસ સિસ્ટમમાં ખાસ પ્રકારે તમામ પ્રકારના બધા સમાન ફોર્મેટમાં બિલ બનાવશે. આ બિલ તમામ જગ્યાએ એક સમાન રીતે બનશે અને રીયલ ટાઇમ આપશે એટલે કે કોઇપણ સામાનને આઇટમ લખી રહ્યો છે, કોઇ પ્રોડક્ટ લખી રહ્યો છે અને છૂટ માટે કોઇ ડિસ્કાઉન્ટ લખી રહ્યો છે. કોઇ એગ્ઝમ્પશન લખી રહ્યો છે...એવું નહી ચાલે. ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ બિલિંગ સિસ્ટમમાં દરેક એક હેડને સ્ટાડર્ડ ફોર્મેટમાં લખવામાં આવશે.  

તેનો સૌથી મોટો ફાયદો એ હશે કે બિલ બનાવ્યા પછી ઘણી જગ્યાએ ફાઇલિંગ કરવી નહી પડે. દર મહિને GST રિટર્ન ભરવા માટે અલગ ઇનવોઇસ એન્ટ્રી થાય છે. વાર્ષિક રિટર્ન ભરવા માટે અલગ એન્ટ્રી થાય છે અને ઇ-વે બિલ બનાવવા માટે અલગ એન્ટ્રી કરવી પડે છે. હવે અલગ-અલગ ફાઇલિંગ કરવી નહી પડે.

એકવાર ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ સિસ્ટમમાં આવશે તો તે જ્યાં-જ્યાં તેની જરૂર હશે ત્યાં-ત્યાં પોતાનામાં જ પહોંચી જશે. તેના માટે ઇનવોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ અલગથી બનશે જે દરેક બિલ માટે એક નંબર જનરેટ કરશે.

ઇ-સાઇન પણ હશે QR કોડ પણ આવશે, જેથી બધી જાણકારી રહેશે. ઇનવોઇસ જીએસટી સંબંધિત કોઇપણ કામ માટે તે નંબર મેચ થતાં જ પ્રોસેસ સરળ થઇ જશે. સામાન મોકલનાર (Supplier) અને લેનાર (Receiver) બિલને રિયલ ટાઇમ જોઇ શકશે. અત્યારે બિલ બન્યા બાદ ફિજિકલી અથવા બીજી રીતે મોકલવા પડે છે.

તો બીજી તરફ MSME કંપનીઓને સરળતાથી લોન મળી શકશે. સરકાર અને સંબંધિત બેન્ક અથવા એજન્સીઓને ઇ-ઇનવોઇસથી રેકોર્ડ રાખવામાં સરળ રહેશે. તેનાથી વેપારીઓનો બિઝનેસ સરળ રહેશે. રિટર્ન ભરવામાં પણ સરળતા રહેશે અને પ્રોસેસિંગ પણ જલદી થશે. નાણામંત્રાલય GSTN ના માધ્યમથી અલગ-અલગ શહેરોમાં બિઝનેસો, વેપારીઓને ઇ-ઇનવોઇસ બનાવવાની રીત શિખવાડવા માટે વર્કશોપમાં ટ્રેનિંગની વ્યવસ્થા કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More