Home> Business
Advertisement
Prev
Next

આ 'પૈસાના ઝાડ'ને લગાવો અને કરો 50 લાખ રૂપિયા સુધીની મબલક  કમાણી

આજે આ લેખમાં આપણે વાત કરીશું માલાબાર લીમડાના ઝાડની. માલાબાર લીમડાના ઝાડની ખેતી ખૂબ જ ફાયદાકારક છે. આ ઝાડના લાકડા અનેક કામમાં લેવાય છે.

આ 'પૈસાના ઝાડ'ને લગાવો અને કરો 50 લાખ રૂપિયા સુધીની મબલક  કમાણી

આ ખેતી કરીને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. માલાબાર લીમડાના લાકડાં બજારમાં ખૂબ જ ઉંચા ભાવે વેચાય છે. આ ઝાડના લાકડા અનેક કામમાં લેવાય છે. જેનો ઉપયોગ પૈકિંગ કરવામાં, માચિસ બનાવવામાં, ખુર્શી-ટેબલ બનાવવા સાથે અનેક કામોમાં ઉપયોગ થાય છે. 

તમામ પ્રકારની માટીમાં થઈ શકે આ ઝાડની ખેતી
આપને જણાવી દઈએ કે માલાબાર લીમડાનું ઝાડ, સામાન્ય લીમડાના ઝાડથી થોડું અલગ હોય છે. જેની ખેતી દરેક પ્રકારની માટીમાં થઈ શકે છે. જે માટે વધુ પાણીની પણ જરૂર નથી હોતી. આ લીમડો ઓછા પાણીમાં પણ સારી રીતે વધી શકે છે. આ ઝાડની ખેતીની શરૂઆત કરવા માટે માર્ચ અને એપ્રિલનો મહિનો સૌથી સારો છે. 

4 એકડમાં લગાવી શકાય 5000 હજાર ઝાડ
જણાવી દઈએ કે, 4 એકડ જગ્યામાં 5000 માલાબાર લીમડાના ઝાડ કરી શકાય છે. જેમાં 2000 જેટલા બહારની સાઈડ પર અને 3000 જેટલા અંદરના ભાગમાં લગાવી શકાય છે. 2 વર્ષની અંદર જ આ ઝાડ 40 ફૂટની ઉંચાઈ પર પહોંચી શકે છે. માલાબાર લીમડાની ખેતી કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરલના ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે. 

'જો બંનેએ સહમતિથી સેક્સ રિલેશન બનાવ્યા હોય તો તે બળાત્કાર ગણાશે નહીં'

પતિ 2 પત્નીમાંથી કોની સાથે રહે? મામલો કોર્ટપહોંચ્યો...જે સમાધાન નીકળ્યું દંગ રહી જશો

ટોલ પ્લાઝા પર જો 10 સેકન્ડથી વધુ સમય થાય તો ટોલ ટેક્સમાં મળે મુક્તિ, જાણો નિયમ

જાણો ક્યાં થાય છે માલાબાર લીમડાની ખેતી
માલાબાર લીમડા પાંચ વર્ષમાં જ ઈમારતી લાકડા લાયક આપવા બની જાય છે. આ છોડ એક વર્ષમાં 8 ફૂટ સુધી વધી શકે છે. તેના લાકડામાં જલદી ખરાબ નથી થતાં જેથી તેની માગ માર્કેટમાં પણ વધુ છે. આ લાકડા પ્લાયવૂડ ઉદ્યોગ માટે સૌથી પસંદીદા પ્રજાતી માનવામાં આવે છે. 5 વર્ષ પછી પ્લાયવૂડ અને 8 વર્ષ પછી ફર્નિચર બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. જેમ જેમ આ ઝાડની ઉંમર વધે તેમ તેમ તેના લાકડાની કિંમત પણ વધવા લાગે છે.
 
કેટલી થશે આવક?
માલાબાર લીમડાના લાકડા 8 વર્ષ બાદ વેચી શકાય છે. 4 એકડમાં કરેલી ખેતીથી તમે 50 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકો છો. એક ઝાડનું વજન દોઢથી 2 ટની સુધીનું હોય છે. અને માર્કેટમાં ઓછામાં ઓછા 500 ક્વિન્ટલ સુધીમાં તે વેચાય છે. એટલે એક ઝાડમાંથી તમે 6થી 7 હજાર કમાવો તો પણ આરામથી લાખો-કરોડો રૂપિયા બનાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More