Home> Business
Advertisement
Prev
Next

અયોધ્યાથી સૌથી મોટી ખુશખબર! આ 8 શહેરો માટે ફ્લાઈટ સેવા શરૂ, જાણો કેટલું છે ભાડું?

દેશભરના રામ ભક્તોએ હવે ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા આવવાની વધુ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. એવિએશન કંપની સ્પાઈસ જેટે અયોધ્યા માટે સીધી હવાઈ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે અયોધ્યાથી અન્ય 8 શહેરો માટે ફ્લાઇટ સેવા શરૂ કરી છે.

અયોધ્યાથી સૌથી મોટી ખુશખબર! આ 8 શહેરો માટે ફ્લાઈટ સેવા શરૂ, જાણો કેટલું છે ભાડું?

Ayodhya Airport: રામનગરી અયોધ્યાને એર કનેકટીવીટી દ્વારા દેશના દરેક ખૂણા સાથે જોડવામાં આવી રહી છે. ગુરુવારે સીએમ યોગીએ અયોધ્યાથી લખનૌના અન્ય આઠ શહેરો માટે ફ્લાઈટ સેવા શરૂ કરી હતી. બીજી તરફ મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે સ્પાઈસ જેટના પહેલા મુસાફરને બોર્ડિંગ પાસ આપ્યો હતો. હવે ઈન્ડિગો અને સ્પાઈસ જેટની 14 ફ્લાઈટ્સ અયોધ્યા એરપોર્ટથી અલગ-અલગ શહેરો માટે ઉડાન ભરશે. અયોધ્યા હવે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ દરેકને જોડે છે.

વડોદરા બોટ દુર્ઘટનામાં મોટો ખુલાસો; હરણી લેકઝોનમાં માત્ર પેડલ બોટની અપાઇ હતી મંજૂરી

સ્પાઈસ જેટ દ્વારા અયોધ્યાથી 8 ઉડાનોની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં દિલ્હી અયોધ્યા, ચેન્નાઈ અયોધ્યા, અમદાવાદ અયોધ્યા, જયપુર અયોધ્યા, પટણા અયોધ્યા, દરભંગા અયોધ્યા, મુંબઈ અયોધ્યા, બેંગ્લુરું અયોધ્યા જેવી ઉડાનોનો સમાવેશ થાય છે. ડીએમ નીતીશ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યામાં એક સારી એર કનેક્ટિવિટી એક સપનું હતું, જે હવે સાકાર થયું છે. અયોધ્યા અને આસપાસના લોકો દેશના વિભિન્ન શહેરોમાં ઓછા સમયમાં હવે આવી જઈ શકશે.

નઘરોળ તંત્ર જોવું હોય તો આવો આણંદ! લાખોના ખર્ચે બનેલુ બિલ્ડીંગ બન્યું શોભાનો ગાંઠિયો

દરભંગાથી 60 મિનિટમાં પહોંચો અયોધ્યા, મોટું સપનું થશે પુરું
હવે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પરથી 14 વિમાન ઉડાન ભરી શકશે. દરભંગાથી આવેલા પેસેન્જર દેવેન્દ્ર ઝાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે આજે દેશ આગળ વધી રહ્યો છે અને દરભંગામાં એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું છે અને માત્ર 60 મિનિટમાં અમારો પરિવાર દરભંગાથી અયોધ્યા પહોંચી ગયો છે અને હવે આપણે રામ લાલાના દર્શન કરીશું. તેમણે જણાવ્યું હતું કે એર કનેક્ટિવિટીને કારણે હજારો લોકો અયોધ્યા પહોંચશે અને ઓછા સમયમાં તેમની તીર્થયાત્રા પૂર્ણ કરી શકશે. તેમણે કહ્યું કે તેમના પરિવાર સાથે અયોધ્યા આવવું તેમને ખુશીઓથી ભરી દે છે. ભગવાન રામ પણ પુષ્પક વિમાનમાં અયોધ્યા આવ્યા હતા. અહીંના લોકો એક સમયે વિચારતા હતા કે તેઓ ઈચ્છે છે કે અયોધ્યામાં પણ એક એરપોર્ટ હોય અને રામ ભક્તો તેના દ્વારા અહીં પહોંચી શકે. આ સપનું હવે પૂરું થયું છે.

Navsari News: આ રોડ બનાવ્યો છે કે મજાક? સાહેબ આ રોડનું કામ 10 વર્ષથી અધૂરું કેમ?

બિહારથી સીધા અયોધ્યા પહોંચો, 3 હજાર રૂપિયાથી ઓછું ભાડું
દરભંગા અને પટનાથી અયોધ્યાનું ભાડું પણ ત્રણ હજાર રૂપિયાથી ઓછું રાખવામાં આવ્યું છે. જો કે તે સમયાંતરે બદલાઈ શકે છે, હાલમાં વેબસાઈટ પર ભાડું રૂ. 1999 થી રૂ. 2699 અને તેથી વધુ દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે નવી દિલ્હી-પટના, ગુવાહાટી-પટના અને બેંગલુરુ-પટના સહિત છ જોડી નવા એરક્રાફ્ટનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગુજરાતમાં વિચિત્ર ઋતુનો લોકોને થશે અનુભવ! જાણો અંબાલાલની 'ગાભા' કાઢી તેવી આગાહી

મળતી માહિતી મુજબ સ્પાઈસ જેટની SG 3422 ફ્લાઇટ અયોધ્યાથી દરભંગા માટે સવારે 9.40 વાગે ટેકઓફ કરશે અને સવારે 10.50 કલાકે દરભંગા પહોંચશે, જ્યારે વળતી ફ્લાઈટમાં SG 3423 દરભંગાથી સવારે 11.20 કલાકે ટેકઓફ કરશે અને 12.40 કલાકે અયોધ્યા પહોંચશે. ફ્લાઇટ અયોધ્યાથી 12.40 વાગ્યે ઉપડશે અને 1.40 વાગ્યે પટના પહોંચશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More