Home> Business
Advertisement
Prev
Next

હોલમાર્ક વિનાના જૂના દાગીના નવી જ્વેલરી પર એક્સચેન્જ કરવાનો સરકારે બદલ્યો નિયમ, જાણો નવો નિયમ

How To Exchange Gold Jewelery Without Hallmark: આ નિર્ણયના કારણે લોકોના મનમાં ચિંતા પણ ઊભી થઈ છે. કારણ કે અનેક લોકો એવા છે જેમની પાસે હોલમાર્ક વિનાના દાગીના છે. આવી સ્થિતિમાં તેમના મનમાં ચિંતા એ છે કે હોલમાર્ક વિનાની જ્વેલરી તેઓ વેચી શકશે કે નહીં ? અથવા તો તેના બદલામાં તેને નવી જ્વેલરી એક્સચેન્જ કરી શકાય કે નહીં ?  

હોલમાર્ક વિનાના જૂના દાગીના નવી જ્વેલરી પર એક્સચેન્જ કરવાનો સરકારે બદલ્યો નિયમ, જાણો નવો નિયમ

How To Exchange Gold Jewelery Without Hallmark: ભારતમાં લગભગ દરેક પરિવારમાં સોનાના દાગીના બનતા હોય છે. લોકો પોતાની સગવડ અનુસાર સોનાના દાગીના બનાવડાવી રાખતા હોય છે. ભારતમાં સોનાને સંકટ સમયની સાંકળ પણ માનવામાં આવે છે. તેથી મોટાભાગના લોકો સોનામાં રોકાણ જરૂરથી કરે છે. પરંતુ જ્યારથી સરકારે હોલમાર્ક ફરજિયાત કર્યું છે ત્યારથી લોકોમાં ચિંતા વધી છે. સરકારે સોનાની શુદ્ધતા માટે હોલ માર્કેટ 1 એપ્રિલ 2023 થી ફરજિયાત કરી દીધું છે એટલે કે સોનાના દાગીના ઉપર હોલમાર્ક હોવો ફરજિયાત છે. આ નિર્ણયથી આગામી સમયમાં લોકો સાથે સોનાના દાગીના ખરીદવા પર છેતરપિંડી નહીં થાય અને લોકોને શુદ્ધ સોનું મળશે. પરંતુ આ નિર્ણયના કારણે લોકોના મનમાં ચિંતા પણ ઊભી થઈ છે. કારણ કે અનેક લોકો એવા છે જેમની પાસે હોલમાર્ક વિનાના દાગીના છે. આવી સ્થિતિમાં તેમના મનમાં ચિંતા એ છે કે હોલમાર્ક વિનાની જ્વેલરી તેઓ વેચી શકશે કે નહીં ? અથવા તો તેના બદલામાં તેને નવી જ્વેલરી એક્સચેન્જ કરી શકાય કે નહીં ?  

 

આ પણ વાંચો:

તમે પણ પેમેન્ટ માટે કરો છો Credit Card નો ઉપયોગ? તો ફટાફટ જાણો RBI નો આ નવો નિયમ

ભારતના આ રેલવે સ્ટેશન પર છે સૌથી વધુ પ્લેટફોર્મ, ટ્રેન પકડવામાં ભલભલાંને વળે પરસેવો

Gold Price: સોનાના ભાવ વધશે કે ઘટશે? જાણી લો શું કહે છે નિષ્ણાંતો, આજે છે આ ભાવ
 

બીઆઈએસ અનુસાર જે લોકો પાસે હોલમાર્ક વિનાના સોનાના દાગીના છે તેમણે આ દાગીના વેંચતા પહેલા અને નવા દાગીના ખરીદતા પહેલા તેના ઉપર હોલમાર્ક કરાવો ફરજિયાત હશે. લોકો પાસે બે વિકલ્પ છે. એક કે તેઓ એવા સોનાના વેપારી પાસે જાય જે બી આઈ એસ રજીસ્ટર્ડ હોય. અને આ જ્વેલર્સ બીઆઇએસ એસેસિંગ એન્ડ હોલ માર્કિંગ સેન્ટર પાસે આ દાગીનામાં હોલમાર્ક કરાવે. તેના માટે ગ્રાહકે પ્રતિ આઈટમ 45 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. 

 

જો તમારી પાસે હોલમાર્ક વિનાના દાગીના હોય તો બીજો વિકલ્પ એ છે કે ગ્રાહક પોતે જ પોતાના દાગીના ને બીઆઈએસ માન્યતા પ્રાપ્ત સેન્ટર પર લઈ જાય અને હોલમાર્ક કરાવે. અહીં ચાર કરતાં વધારે દાગીના હોવા પર 200 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. 

 

બીઆઇએસ દ્વારા જુના સોનાના દાગીના અને હોલમાર્ક વિનાના દાગીનાની તપાસ માટે અલગ અલગ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. હોલમાર્ક વિનાના દાગીના માટે સેન્ટર પરથી શુદ્ધતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને ગ્રાહક પોતાના સોનાની સાથે જ્વેલર પાસે લઈ જઈ શકે છે. આ પ્રમાણપત્ર પછી લોકો પોતાના હોલમાર્ક વિનાના દાગીના સરળતાથી વહેંચી શકશે અથવા તો એક્સચેન્જ કરી શકશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More