Home> Business
Advertisement
Prev
Next

શિયાળામાં સસ્તા થયા AC, જાણો કેમ સરકાર થઇ છે મહેરબાન

શિયાળામાં સસ્તા થયા AC, જાણો કેમ સરકાર થઇ છે મહેરબાન

આને ચૂંટણી પહેલાં સરકાર દ્વારા જનતાને લલચાવવાનો પ્રયત્ન કહો કે પછી બીજું કંઇક, પરંતુ લોકોને જીએસટીમાં આગામી દિવસોમાં મોટી રાહત મળવાની છે. શનિવારે જીએસટી કાઉંસિલની મીટિંગ પહેલાં પીએમ નરેંદ્ર મોદીએ એક પ્રકારે બેઠકનો એજન્ડા નક્કી કરી દીધો છે. પીએમ મોદીએ મંગળવારે જાહેરાત કરી કે ટૂંક સમયમાં જીએસટી સ્લેબમાં 99 ટકા આઇટમ્સ 18 ટકા અથવા તેનાથી પણ ઓછા દાયરામાં આવી જશે. હવે ફક્ત લક્સરી આઇટમ્સ જ 28 ટકાના ટેક્સ સ્લેબમાં આવશે. 

99 ટકા વસ્તુઓને 18% GST સ્લેબમાં રાખવાનું કામ ચાલી રહ્યું છે: મોદી

આ આઇટમ્સમાં મળશે મોટી રાહત
ગ્રાહકો 25 થી 30 વસ્તુઓ પર છૂટની આશા વ્યક્ત કરી રહ્યા છે. તેમાં એસી, ડિશવોશર અને ડિજિટલ કેમેરા જેવી આઇટમ્સ પણ હોઇ શકે છે. આ પ્રકારે જીએસટીના ટોપ સ્લેબમાં હવે 226 આઇટમ્સના બદલે 35 આઇટમ્સ જ રહી જશે. 28 ટકા જીએસટીના દાયરા પહેલાં ઓટોમોબાઇલ્સ, સોફ્ટ ડ્રિંક્સ, સિગરેટ, પાન મસાલા અને તંબાકુ ઉત્પાદન તેનાથી બહાર થઇ જશે. 

Rs 786 તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો શું છે રીત

જોકે અંગત ઉપયોગ માટે એરક્રાફ્ટ, રિવોલ્વર અને પિસ્તોલ જીએસટીના સૌથી વધુ 28 ટકાના સ્લેબમાં સામેલ રહેશે. આ ઉપરાંત જે વસ્તુઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમાં હાઉસહોલ્ડ એપ્લાયંસીસ સામેલ હશે. આ ઉપરાંત સીમેંટ, ટાયર અને ઓટો પાર્ટ્સ પર રાહત મળશે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનો પર પણ સરકાર દ્વારા છૂટ આપવામાં આવી શકે છે, જે હાલ 18%ના દાયરામાં છે. 

અમીર બનવાનો રસ્તો છે એકદમ સરળ, બચતની આ રીત કરશે તમારી મદદ

રાહતનું કારણ ફક્ત રાજકીય નથી
જીએસટીના રેટમાં રાહત આપીને ભલે રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યો હોય, પરંતુ તેનું કારણ ટેક્સનું સારું કલેક્શન પણ છે. જીએસટીથી સરકાર મહિને સરેરાશ 1 લાખ કરોડ રૂપિયાની રેવન્યૂ એકઠી કરે છે. આ ઉપરાંત ટેક્સ બેસ પણ 65 લાખથી વધીને લગભગ બમણો થતાં 1.2 કરોડ થઇ ગયો છે. 

સરકારણી કમાણીનું મોટું કારણ એ પણ છે કે ઓછા ટેક્સ રેટ હોવાના લીધે રેવન્યૂમાં વધારો થયો  છે. જીએસટીથી પહેલાંના મુકાબલે હાલ હાઉસહોલ્ડ આઇટમ્સ પર સરેરાશ 4 ટકા અથવા તેનાથી વધુની છૂટ ટેક્સમાં મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More