Home> Business
Advertisement
Prev
Next

Income Taxને લઈ સરકારનો મોટો નિર્ણય, આ લોકોએ પણ આપવો પડશે 30 % ટેક્સ, નહીં મળે હવે છૂટ

Income Tax Slab: આવકવેરો જૂની આવકવેરા વ્યવસ્થા અને નવી આવકવેરા વ્યવસ્થા અંતર્ગત ભરવામાં આવે છે. જો કે આ વખતથી નવી આવકવેરા વ્યવસ્થા ડિફોલ્ટ પ્રણાલી છે. કરદાતાઓએ નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ ટેક્સ ફાઇલ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Income Taxને લઈ સરકારનો મોટો નિર્ણય, આ લોકોએ પણ આપવો પડશે 30 % ટેક્સ, નહીં મળે હવે છૂટ

Income Tax Slab: ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જે લોકોની આવક કરપાત્ર છે તેમના માટે આવકવેરો ભરવો ફરજિયાત છે. આવકવેરો જૂની આવકવેરા વ્યવસ્થા અને નવી આવકવેરા વ્યવસ્થા અંતર્ગત ભરવામાં આવે છે. જો કે આ વખતથી નવી આવકવેરા વ્યવસ્થા ડિફોલ્ટ પ્રણાલી છે. કરદાતાઓએ નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ ટેક્સ ફાઇલ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

નાણાંકીય વર્ષ 2023-24ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં નાણામંત્રી દ્વારા આવકવેરા પ્રણાલીમાં ફેરફારની જાહેરાત પણ કરવામાં આવી હતી. તેની સાથે નવી આવકવેરા વ્યવસ્થામાં ઘણા ફેરફારો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમકે જો તમે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ ટેક્સ ભરો છો તો તમારે રોકાણ પર ટેક્સ છૂટ મળશે નહીં અને 30% ટેક્સ ભરવો પડશે.

આ પણ વાંચો: 

ઘર બનાવવા માટે જ નહીં રિનોવેશન માટે પણ મળે છે લોન, કરવાનું છે બસ આટલું કામ

જાણી લો લોન લેનાર માટેના RBI ના નવા નિયમો, ડિફોલ્ટર થવા પર ઓછા ચૂકવવા પડશે પૈસા

Sunroof વાળી Car ખરીદવાનું વિચારો છો ? તો તેના ફાયદા સાથે જાણી લો આ ગેરફાયદા વિશે પણ

નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી. પરંતુ 3 થી 6 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5% ટેક્સ ચુકવવો પડશે. ત્યારબાદ 6 થી 9 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકા ટેક્સ ચુકવવો પડશે અને 9-12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 15% ટેક્સ ભરવો પડશે.

જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 12 થી 15 લાખ રૂપિયા છે તો આવા લોકોએ 20 ટકા ટેક્સ ભરવો પડશે. જે વ્યક્તિની વાર્ષિક આવક 15 લાખ રૂપિયાથી વધુ છે તેમણે 30 ટકા ટેક્સ ચુકવવો પડશે.  નવી કર વ્યવસ્થામાં ટેક્સ ફાઇલ કરતી વખતે કરદાતાઓને કોઈપણ રોકાણને લઈને પણ ટેક્સ મુક્તિ આપવામાં આવશે નહીં. 

જે કરદાતાએ તેણે કરેલા રોકાણ પર છૂટ મેળવવી હશે તેણે જૂની કર વ્યવસ્થા અનુસાર ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. આમ કરવાથી જ કરદાતાને તેના રોકાણ પર ટેક્સમાંથી મુક્તિ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More