Home> Business
Advertisement
Prev
Next

Personal Loan ની જરૂર છે? તો જાણો અહીં કઈ સરકારી બેંકો આપે છે સાવ ઓછા વ્યાજે લોન

ઓછા વ્યાજ દરે પર્સનલ લોનઃ જો તમે તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને અહીં જણાવવા આવ્યા છીએ કે કઈ સરકારી બેંકો હાલમાં 10 ટકા કે તેનાથી ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે.

Personal Loan ની જરૂર છે? તો જાણો અહીં કઈ સરકારી બેંકો આપે છે સાવ ઓછા વ્યાજે લોન

નવી દિલ્લીઃ ઓછા વ્યાજ દરે પર્સનલ લોનઃ જો તમે તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને અહીં જણાવવા આવ્યા છીએ કે કઈ સરકારી બેંકો હાલમાં 10 ટકા કે તેનાથી ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે. પૈસાની અચાનક જરૂરિયાતને પહોંચી વળવા લોકો લોન લે છે. આ માટે, ઘણી બેંકો તેમના પોતાના વ્યાજ દરે લોનની સુવિધા આપે છે. પછી આ લોન પછી ઘર ખરીદવા માટે લીધી હોય કે પછી અન્ય ખર્ચાઓ માટે. જો તમને પર્સનલ લોનની જરૂર હોય તો આ સમાચાર તમારા માટે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ કઈ સરકારી બેંકો છે જે ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે.પર્સનલ લોન શું છે?
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે પર્સનલ લોન વાસ્તવમાં એક અનસિક્યોર્ડ-લોન છે, જેનો અર્થ છે કે લોન લેનારને કોઈ ગેરંટી/સિક્યોરિટી અથવા કંઈપણ ગીરવે રાખવાની જરૂર નથી. આ લોનની ચુકવણીની મુદત સામાન્ય રીતે 12 થી 60 મહિનાની વચ્ચે હોય છે. હોમ લોન અથવા કાર્ડ લોનથી વિપરીત, આ લોનનો ઉપયોગ તબીબી કટોકટી, અભ્યાસ ખર્ચ, મુસાફરી, લગ્ન અને આવા અન્ય ખર્ચાઓ જેવી કોઈપણ પ્રકારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે થઈ શકે છે.

fallbacksસરકારી બેંકમાંથી લોન લેવી વધુ સારી-
જો તમે પણ પર્સનલ લોન લેવા માંગો છો તો સરકારી બેંકોમાંથી લોન લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે તમારી નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લેવા માંગો છો, તો એવી ઘણી બેંકો છે જે હાલમાં તેમને 10 ટકાથી ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે. ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કઈ સરકારી બેંકો શામેલ છે અને લોન લીધા પછી તમારે કેટલી EMI ચૂકવવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More