Home> Business
Advertisement
Prev
Next

સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલી થઇ કિંમત

સોના,ચાંદી, સોનાના ભાવ, વૈશ્વિક બજાર, Gold,silver,Gold-Silver price,Gold rate today

સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલી થઇ કિંમત

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં નબળાઇના સંકેત મળતાજ સટ્ટોડિયાઓ દ્વારા કરવામાં આવતી નફાની વસૂલીને કારણે શુક્રાવારે સોનાના ભાવ 112 રૂપિયા ટૂટીને 31,305 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. એમસીએક્સ પર ડિસેમ્બરના કરાર સોદાના કારણે સોનાના ભાવમાં 112 રૂપિયા એટલે કે 0.38 ટકા ઘટીને 31,305 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવી પહોંચ્યો હતો. જેથી 409 લૉટનું વેચાણ થયું હતું. આ જ રીતે ફેબ્રુઆરીમાં ડિલીવરી માટે 22 લૉટના વેચાણથી ગોલ્ડ ફ્યુચર્સના ભાવ 112 રૂપિયા એટલે કે 0.35 ટકા ડાઉથ થઇને 31,533 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. વૈશ્વિક સ્તર પર સિંગાપોરમાં સોનાના ભાવ 1,199.40 ડોલર પ્રતિ ઔસ રહ્યા હતા. 

સિલ્વર ફ્યુચર્સના ભાવ પણ 113 રૂપિયા થયા ડાઉન
વૈશ્વિક બજારોમાં નબાળાઇને કારણે બજારમાં સટ્ટોડિયાઓમાં નફો પ્રાપ્ત કરવાનો સમયગાળો ચાલવાને કારણે સિલ્વર ફ્યુચર્સના ભાવો શુક્રવારે 113 રૂપિયા ઘટીને 38,858 રૂપિયા પ્રતિ કિલો થયા હતા, મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર અનુબંધના સૌદા માટે સિલ્વર ફ્યુચર્સના ભાવ 113 રૂપિયા એટલે કે 0.29 ટકા રૂપિયા પ્રકિ કિલોગ્રામ થઇ ગયા હતા. જેમાં 790 લૉટના વેપાર થયો હતો, સિંગાપોરમાં ચાંદીનો ભાવ 0.03 ટકા ઘટીને 14.64 ડોલર પ્રતિ ઔસ થયો હતો.

fallbacks

ગુરુવારે 70 રૂપિયા વધ્યા હતા ભાવ 
દિલ્હીના સર્રાફા બજારમાં ગુરુવારે સાનોના ભાવમાં 70 રૂપિયાનો વધારો થઇ ભાવ 31,950 રૂપિયા પ્રતિકિલો થયા હતા. જો કે, ઔદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકોની પતન સાથે ચાંદી 39,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી પહોંચ્યો હતો. જ્યારે જાણકારોના જણાવ્યા અનુસાર તહેવારોની સિઝનને ધ્યાને રાખીને સોનાનાભાવમાં વધારો થવાની શક્યતાઓ પણ છે. દિલ્હીમાં સોનાના 22 કેરેટ ( 10 ગ્રામ)ના 31,950, મુંબઇમાં 30,010, કોલકાતામાં 29,740 રૂપિયા થયો હતો, જ્યારે ચાંદીના ભાવ પ્રતિ કિલોએ દિલ્હીમાં 39,350 અને મુંબઇમાં 38,600 અને કોલકત્તામાં 41,500 રપિયા નોધાયો હતો. 

ઇનપુટ એજન્સી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More