Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: મોંઘુ થઈ ગયું સોનું, જાણો કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે સોના-ચાંદીના જે ભાવ જાહેર કરાયા તે જોતા કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાયો છે.

Gold Rate Today: મોંઘુ થઈ ગયું સોનું, જાણો કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે સોના-ચાંદીના જે ભાવ જાહેર કરાયા તે જોતા કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાયો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવ આજે 51174 રૂપિયા થયા. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવ વધીને 55844 રૂપિયા થયો છે. 

ibjarates.com મુજબ 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 50969 રૂપિયે વેચાઈ રહ્યું છે. 916 પ્યોરિટીવાળું સોનું 46875 રૂપિયે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાના ભાવ વધીને 38381 રૂપિયા થયા. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું આજે મોંઘુ થઈને 29937 રૂપિયા થયા. ચાંદીના ભાવ પણ આજે વધ્યા અને એક કિલો 999 શુદ્ધતાવાળી ચાંદી આજે 55844 રૂપિયે વેચાઈ રહી છે. 

કેટલો ભાવ વધ્યો
સોના ચાંદીના ભાવમાં રોજેરોજ ફેરફાર થાય છે. આજે 999 પ્યોરિટીવાળું સોનું આજે 332 મોંધુ થયું છે. 995 પ્યોરિટીવાળુ સોનું આજે 331 રૂપિયા, 916 પ્યોરિટીવાળું સોનું 304 રૂપિયા અને 750 પ્યોરિટીવાળું સોનું આજે 249 રૂપિયા મોંઘુ થયું છે. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું 194 રૂપિયા મોંઘુ છે. ચાંદીની વાત કરીએ તો આજે એક કિલો ચાંદીના ભાવમાં 1004 રૂપિયા વધારો થયો છે. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More