Home> Business
Advertisement
Prev
Next

Gold Price Latest: રશિયા-યુક્રેન યુદ્ધની અસર, સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો

Gold Silver Price Today: રશિયા-યુક્રેન સંકટને કારણે એકવાર ફરી સોના-ચાંદીની કિંમતોમાં વધારો થયો છે. 28 ફેબ્રુઆરી 2022 સોમવારે સવારે સોનાની કિંમતોમાં 223 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 

Gold Price Latest: રશિયા-યુક્રેન યુદ્ધની અસર, સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુનિયાની ચિંતા વધી ગઈ છે. તેની અસર વૈશ્વિક બજાર પર પણ પડી છે. રશિયા-યુક્રેન સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવોમાં પણ સતત ઉતાર-ચઢાવ થઈ રહ્યો છે. 36 ફેબ્રુઆરીએ સોના-ચાંજીના ભાવમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો તો બે દિવસ બાદ 28 ફેબ્રુઆરીએ સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. 

સોનાની કિંમત 223 રૂપિયાનો ઉછાળ
ભારતીય સોની બજાર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવાર 28 ફેબ્રુઆરીના ભાવ સામે આવ્યા છે. તે પ્રમાણે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું મોંઘી થઈે 51 હજાર રૂપિયાની નજીક પહોંચી ગયું છે. તો ચાંદીનો ભાવ 65 હજાર રૂપિયાને પાર થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ LIC IPO માં રોકાણ કરવું હોય તો બધું છોડીને પહેલાં આ કામ કરો, નહીંતર નહીં પડે મેળ

સોમવારે જાહેર થયેલા નવા ભાવ પ્રમાણે આજે 24 કેરેટ શુદ્ધ સોનું 50890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. તેમાં ત્રણ ટકા જીએસટી જોડવામાં આવે તો તેનો ભાવ 52416 થાય છે. તો ચાંદી 180 રૂપિયા પ્રતિ કિલોની મજબૂતી સાથે 65354 રૂપિયા પર પહોંચી ગઈ છે. જીએસટી જોડ્યા બાદ ચાંદીનો ભાવ 67314 થઈ જશે. જો 23 કેરેટ સોનાની વાત કરીએ તો આજે તેનો ભાવ 50686 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

22 કેરેટ સોનું જીએસટી સાથે 48013 રૂપિયા પર
આજે 22 કેરેટ સોનાનો ભાવ 46615 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. તેમાં 3 ટકા જીએસટી જોડવામાં આવે તો તે 48016 રૂપિયામાં પડશે. તેના પર બનેલા ઘરેણા પર મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો અલગથી હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More