Home> Business
Advertisement
Prev
Next

Gold Price: શું 60,000ને પાર થઈ શકે છે સોનાનો ભાવ? જાણો સોનાના ભાવ વધવાના કારણ

MCX Gold Price: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો વિરામ નથી દેખાતો. જેથી રોકાણકારો સેફ હેવન તરફ વળી રહ્યા છે. એટલે સોનાની માગ વધવાના કારણે તેની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.

Gold Price: શું 60,000ને પાર થઈ શકે છે સોનાનો ભાવ? જાણો સોનાના ભાવ વધવાના કારણ

Gold-Silver Price Today: આ વર્ષે એટલે કે 2023માં સોનાના ભાવ 60,000ને પાર થવાની આશંકા છે. અમુક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે. એટલા માટે જાણવું જરૂરી છે કે, સોનાના ભાવમાં તેજી આવવાનું કારણ શું છે. કોમેક્સ માર્કેટમાં ગોલ્ડ ફ્યૂચર 1852 ડોલર પ્રતિ ઓંસ પર ગોલ્ડ સ્પોટનો ભાવ 1847 ડોલર પ્રતિ ઓંસ પર આવી ગયો.

2 વર્ષમાં હાઈ લેવર પર ગોલ્ડઃ
સોનાના ભાવ સતત વધી રહ્યા છે. બજાર જાણકારો મુજબ સોનાના ભાવ 2 વર્ષમાં સૌથી હાઈ લેવલ પર પહોંચી ગયા છે. જો કે, ચાંદીના ભાવ પણ 70 હજાર રૂપિયાથી ઉપર છે. આ અહેવાલમાં અમે તમને સોનાની કિંમતમાં સતત વધારો થવાના કારણો જણાવીશું. 

આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time

ભારતમાં ડોલરની સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. ડોલરના મુકાબલે રૂપિયો 81થી ફરી 83 રૂપિયાએ પહોંચી ગયો છે. જેની અસર સોનાના ભાવ પર પડી રહી છે. 

સોનાના ભાવમાં વધારો થવાનું કારણ ફેડ રેટ પોલીસી છે. યૂએસ ફેડ રિઝર્વનું કહેવું છે કે, વર્ષ 2023માં પોલીસી રેટમાં વધારો 2022ની તુલનાએ ઓછો થયો છે. જેનાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. બીજી તરફ ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ડોલર ઈન્ડેક્સ ગત વર્ષે છેલ્લા દિવસોમાં 105થી આગળ ચાલતું હતું. જે હવે 104 પર વેપાર કરી રહ્યું છે. 

આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: લગ્ન પહેલાં પ્રેગ્નેંટ થઇ હતી આ અભિનેત્રીઓ, પોલ ખુલ્યા બાદ લેવા પડ્યા સાત ફેરા!
આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો વિરામ નથી દેખાતો. જેથી રોકાણકારો સેફ હેવન તરફ વળી રહ્યા છે. એટલે સોનાની માગ વધવાના કારણે તેની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.

દુનિયાભરમાં સેન્ટ્રલ બેંકો તરફથી સોનાની માગમાં વધારો થયો છે. અને ખરીદી પણ વધી છે. જેનાથી સોનાના ભાવ વધ્યા છે. ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે. જેનાથી માર્કેટમાં સોનાના ભાવ વધી રહ્યા છે. ભારતમાં ડોમેસ્ટિક ડિમાન્ડમાં વધારો થવાથી ભાવ સતત વધ્યા છે. ચીનમાં ભલે કોરોનાકાળ ચાલી રહ્યો હોય પણ ચીનમાં ન્યૂ યર ફેસ્ટિવલ સિઝન શરૂ થવાથી ગોલ્ડની ડિમાન્ડ વધી છે. ચીન દુનિયાનું ગોલ્ડનું સૌથી મોટું ઈમ્પોર્ટર છે અને ઈકોનોમી ખુલ્યા બાદ ડિમાન્ડમાં વધારો થવાનું શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More