Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં કડાકો, ચાંદી મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ

Gold Price 19th June: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક મહિનાથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફા બજાર અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં કડાકો જોવા મળ્યો છે

Gold Rate Today: અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં કડાકો, ચાંદી મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ

Gold Price 19th June: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક મહિનાથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શરાફા બજાર અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં કડાકો જોવા મળ્યો છે. 5મી મેના રોજ 61739 રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચનારું સોનું હવે ગગડીને 60,000 ની નીચે આવી ગયું છે. એ જ હાલ ચાંદીના છે. 77280 ના સ્તરેથી ગગડીને હવે 72,000 ની આજુબાજુ જોવા મળી રહી છે. 

મે મહિનાથી અત્યાર સુધીમાં સોનામાં 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ અને ચાંદી 5000 રૂપિયાથી વધુ ગગડીને ટ્રેડ થઈ રહી છે. MCX પર સોનામાં ઘટાડો અને ચાંદીમાં તેજી જોવા મળી. જો કે આવનારા સમયમાં સોનું ચડીને 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 80,000 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જઈ શકે છે. 

MCX પર ભાવ
MCX પર આજે સવારે સોનું 9 રૂપિયાના ઘટાડા સાથે 59345 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું જ્યારે ચાંદી 142 રૂપિયાના ઉછાળા સાથે 72830 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર જોવા મળી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ 212 રૂપિયા ઘટીને 59370 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જયારે 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 211 રૂપિયા તૂટીને 59132 રૂપિયાના સ્તરે જોવા મળે છે. 916 પ્યોરિટીવાળું સોનું 194 રૂપિયા તૂટીને 54383 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી ઉછળી છે અને પ્રતિ કિલો 206 રૂપિયાના વધારા સાથે 72626 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 

fallbacks

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

આજથી સસ્તા ભાવે ખરીદી શકાશે સોનું, જાણો ક્યાંથી અને કયા ભાવે મળશે ગોલ્ડ

બટેટા- ડુંગળીના ભાવે અહીં મળે છે કાજુ, ભાવ એટલો કે તમે છોકરાઓ માટે કબાટો ભરશો

શું FIR વગર પોલીસ કોઈની ધરપકડ કરી શકે? જાણો આ અંગે શું કહે છે નિયમ

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More