Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ

Latest Gold Rate: 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા. પરિણામો એક્ઝિટ પોલથી દૂર જોવા મળ્યા. જેની અસર શેર બજાર પર પડી અને બજાર ધડામ થયું. સવારે ભાવ ઉચકાયા બાદ સોના ચાંદીમાં પણ સાંજ પડતા જો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો જે આજે પણ ચાલુ રહ્યો છે.

Gold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ

Gold Rate Today: 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા. પરિણામો એક્ઝિટ પોલથી દૂર જોવા મળ્યા. જેની અસર શેર બજાર પર પડી અને બજાર ધડામ થયું. સવારે ભાવ ઉચકાયા બાદ સોના ચાંદીમાં પણ સાંજ પડતા જો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો જે આજે પણ ચાલુ રહ્યો છે. ગઈ કાલથી સોના અને ચાંદીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જાણો લેટેસ્ટ રેટ. 

આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે ક્લોઝિંગ રેટમાં 558 રૂપિયા ગગડ્યું હતું અને 71969 ના સ્તર પર બંધ થયું હતું. આ ઘટાડો આજે પણ ચાલુ રહ્યો અને ઓપનિંગ રેટમાં 72 રૂપિયા ગગડીને 71897 રૂપિયાના સ્તરે ભાવ પહોંચી ગયા છે. 22 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 916 પ્યોરિટીવાળા ગોલ્ડમાં પણ છેલ્લા 24 કલાકમાં 577 રૂપિયા ગગડીને ભાવ 65858 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 

ચાંદી પણ તૂટી
ગઈ કાલે ચાંદીના ક્લોઝિંગ રેટમાં 2449 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 88837 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. આજે પણ આ ઘટાડો યથાવત રહ્યો અને ભાવ ઓપનિંગ રેટમાં 486 રૂપિયા તૂટીને 88351 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2935 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 

fallbacks

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More