Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: ભાગો..દોડો..અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate 24 June 2024: સોના અને ચાંદીના ભાવમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક  કરો. આવી તક કદાચ ફરી ન મળે. 

Gold Rate Today: ભાગો..દોડો..અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટ
Viral Raval |Updated: Jun 24, 2024, 03:36 PM IST

Gold Rate Today: છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભયંકર ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘડીકમાં ભાવ આકાશે આંબે છે તો એક ઝાટકે કડાકો બોલાય છે. આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોનામાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. જો કે MCX પર સોનું 100 રૂપિયા જેટલું ઉછળ્યું છે. પણ શરાફા બજારમાં સોનું ગગડી ગયું છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

શરાફા બજારમાં આજનો ભાવ

ભારતમાં ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં 1133 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. આ સાથે ભાવ જે શુક્રવારે 72746 રૂપિયા પર ક્લોઝ થયો તે આજે 71613 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ પણ આજે 1037 રૂપિયાના કડાકા સાથે 65598 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. શુક્રવારે તે 66635 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 

બીજી બાજુ કિંમતી ધાતુ ચાંદીમાં પણ જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. એક કિલો ચાંદીના ઓપનિંગ રેટમાં આજે 1948 રૂપિયાનો મસમોટો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 88718 રૂપિયા પર પહોંચી ગયો છે. શુક્રવારે ક્લોઝિંગ રેટમાં ચાંદીનો ભાવ 90666 રૂપિયા જોવા મળ્યો હતો. અત્રે જણાવવાનું કે રજાઓના દિવસે એસોસિએશનના ભાવ જાહેર થતા નથી. 

વાયદા બજારમાં ભાવ
આજે સવારે બજાર ખુલ્યું ત્યારે સોનું અને ચાંદી વાયદા બજારમાં તેજી સાથે ખુલ્યા હતા. સોનું 136 રૂપિયા ચડીને 71,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. જ્યારે ચાંદી MCX પર 120 રૂપિયાની તેજી સાથે 89,259 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી હતી. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે