Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ, સોનાના ભાવમાં આજે વળી પાછો કડાકો, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં અઠવાડિયાના પહેલા જ દિવસે કડાકો જોવા મળ્યો હતો પરંતુ ગઈ કાલે સોના અને ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો અને આજે પાછા ભાવ તૂટ્યા.

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ, સોનાના ભાવમાં આજે વળી પાછો કડાકો, જાણો લેટેસ્ટ રેટ

સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં અઠવાડિયાના પહેલા જ દિવસે કડાકો જોવા મળ્યો હતો પરંતુ ગઈ કાલે સોના અને ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો અને આજે પાછા ભાવ તૂટ્યા. સોનું અને ચાંદી જો લેવાનું વિચારતા હોવ તો આજના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

શરાફા બજારમાં સોના ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે 60096 રૂપિયાની સપાટીએ બંધ થયા હતા. જે આજે બજાર ખુલતા જ 139 રૂપિયા ઘટીને 59957 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. 995 પ્યોરિટીવાળું ગોલ્ડ પણ 139 રૂપિયા ઘટીને હાલ 59717 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 126 રૂપિયા ઘટીને 54921 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી 434 રૂપિયા ઘટીને પ્રતિ કિલો 71470 રૂપિયાના સ્તરે જોવા મળી છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

ખતરનાક સ્વરૂપ ધારણ કરશે 'બિપોરજોય', આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!

'બિપોરજોય'થી ગુજરાતના કયા વિસ્તારો પર જોખમ? જાણો ક્યાં કયાં મચી શકે છે તબાહી

નાળિયેર પાણી કે ગટરનું પાણી ? આ વીડિયો જોઈ નાળિયેર પાણી પીતા પહેલા સો વખત વિચારશો

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More