Home> Business
Advertisement
Prev
Next

Gold Rate: અખા ત્રીજે સોનાએ બરાબરના રોવડાવ્યા! ક્યાંક સોનું પહોંચ બહાર ન જતું રહે, જાણો કેટલે પહોંચ્યા ભાવ?

Gold Rate: આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયા છે. આજના શુભ દિવસે સોનાની ખરીદી કરવી ખુબ જ શુકનવંતુ ગણાય છે. આજના દિવસે સોનું ખરીદવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને રાહત લાગી હતી  પરંતુ આજે અખાત્રીજના દિવસે સોનાના  ભાવમાં મસમોટો ભડકો જોવા મળ્યો છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી છે.

Gold Rate: અખા ત્રીજે સોનાએ બરાબરના રોવડાવ્યા! ક્યાંક સોનું પહોંચ બહાર ન જતું રહે, જાણો કેટલે પહોંચ્યા ભાવ?

Gold Rate: આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયા છે. આજના શુભ દિવસે સોનાની ખરીદી કરવી ખુબ જ શુકનવંતુ ગણાય છે. આજના દિવસે સોનું ખરીદવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ ઘર અને પરિવારમાં સૌભાગ્ય આવે છે તેવું મનાય છે. આજે લોકો યથાશક્તિ પ્રમાણે સોનું ખરીદવાના પ્રયત્ન કરતા હોય છે. છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને રાહત લાગી હતી  પરંતુ આજે અખાત્રીજના દિવસે સોનાના  ભાવમાં મસમોટો ભડકો જોવા મળ્યો છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

આજના સોના અને ચાંદીના કલોઝિંગ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનું ગઈ કાલે સાંજે 71502 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. અને આજે સાંજે 73008 રૂપિયાના સ્તરે બંધ થયું. ક્લોઝિંગ રેટમાં 24 કલાકમાં 1506 રૂપિયાનો વધારો જોવા મળ્યો. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે 65496 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું. અને આજે ક્લોઝિંગ રેટમાં 1379 રૂપિયાનો વધારો જોવા મળ્યો. ભાવ 66875 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. 

ચાંદીની વાત કરીએ તો ચાંદીના રેટ ગઈ કાલે 82342 રૂપિયા પર બંધ થયા હતા જ્યારે આજે ચાંદીમાં 24 કલાકમાં પ્રતિ કિલો 1873 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ક્લોઝિંગ રેટ 84215 રૂપિયા પર પહોંચી ગયો. 

fallbacks

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More