Home> Business
Advertisement
Prev
Next

Gold: સોનું છોડો! આ ધાતુઓની પણ પુષ્કળ છે ડિમાન્ડ, રોકાણથી ઢગલો ફાયદો થશે, આ અબજપતિએ શું કહ્યું તે ખાસ જાણો 

સોનાના સતત વધી રહેલા ભાવ વચ્ચે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે રોકાણકારોનું ધ્યાન અન્ય ધાતુઓ તરફ પણ આકર્ષિત કર્યુ  છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે સોનાના ભાવમાં વધારો સ્વભાવિક છે પરંતુ બીજી ધાતુઓ પણ ઈન્ડસ્ટ્રીઝ માટે એટલી જ ઉપયોગ છે અને તેમાં રોકાણથી ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે.

Gold: સોનું છોડો! આ ધાતુઓની પણ પુષ્કળ છે ડિમાન્ડ, રોકાણથી ઢગલો ફાયદો થશે, આ અબજપતિએ શું કહ્યું તે ખાસ જાણો 

સોનાના સતત વધી રહેલા ભાવ વચ્ચે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે રોકાણકારોનું ધ્યાન અન્ય ધાતુઓ તરફ પણ આકર્ષિત કર્યુ  છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે સોનાના ભાવમાં વધારો સ્વભાવિક છે પરંતુ બીજી ધાતુઓ પણ ઈન્ડસ્ટ્રીઝ માટે એટલી જ ઉપયોગ છે અને તેમાં રોકાણથી ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. તેમણે આવનારા સમયમાં આ મેટલ્સના ટેક્નિકના ઉપયોગ ઉપર પણ ભાર મૂક્યો. 

સોનાની જેમ આ ધાતુઓ પણ ઉપયોગી
સોનાના ભાવ સાથે જ વધતી માંગણીનો ઉલ્લેખ કરતા અનિલ અગ્રવાલે પોાતના અનુભવો વિશે પોસ્ટ દ્વારા જણાવ્યું. અબજપતિ ઉદ્યોગપતિએ  કહ્યું કે મે ઉદ્યોગપતિઓને સોના તરફ ભાગતા જોયા છે. પરંતુ મારા હિસાબે તાંબુ, ચાંદી, ઝિંક સહિત એલ્યુમિનિયમ જેવી જેટલી પણ બીજી મેટલ્સ છે, તે ન તો ફક્ત પર્યાવરણ અનુકૂળ છે પરંતુ આ બધાને રિસાઈકલ કર્યા બાદ ફરીથી ઉપયોગમાં પણ લઈ શકાય છે અને આ મોટું કારણ છે કે માર્કેટમાં તેમની માંગણી પણ સતત વધી રહી છે. આવામાં ડિમાન્ડમાં વધારો તેમાં રોકાણ કરનારાઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

ઝડપથી વધી રહી છે ગ્રીન મેટલ્સની ડિમાન્ડ
અનિલ અગ્રવાલના જણાવ્યાં મુજબ આ તમામ ગ્રીન મેટલ્સની માંગણીમાં આપૂર્તિની સરખામણીએ ડબલ અંકમાં વધારો જોવા મળ્યો છે. ભારત જે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને પોતાની મેન્યુફેક્ચરીંગ ક્ષમતાઓનો વિસ્તાર કરી રહ્યો છે. હવે દેશે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણા બધા મહત્વપૂર્ણ મેટર્સમાં પણ આત્મનિર્ભર છીએ અને આ નવા યુગની ટેક્નોલોજીસ માટે મહત્વનું છે, પછી ભલે તે એનર્જી ટ્રાનઝિશન (સોલર, પીવી સેલ, બેટરી, ઈવી) સંલગ્ન હોય કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત ટેક્નોલોજી સાથે જોડાયેલી હોય. 

રોકાણ માટે કરી શકાય ફોકસ
વેદાંતા ચેરમેનની પોસ્ટ મુજબ સોનાની જેમ જ રોકાણ તરીકે ચાંદી, તાંબુ, ઝિંક, એલ્યુમિનિયમ, જેવી ધાતુઓ ઉપર પણ ફોકસ કરી શકાય. જે રીતે વિવિધ સેક્ટરોમાં આ મેટલ્સની ડિમાન્ડ સતત વધી રહી છે અને બમણા અંકમાં પહોંચી છે તેને જોતા તેમાં રોકાણ કરનારા સારો પ્રોફિટ કમાઈ શકે છે. તેમણે લખ્યું છે કે સોનામાં રોકાણ તે સ્થિતિમાં ઘણું વધી જાય છે જ્યારે જીયો પોલીટિકલ સ્થિતિ બગડે છે કે પછી વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વધે છે. આવું જ છેલ્લા કેટલાક સમયમાં પણ જોવા મળ્યું છે. 

અત્રે જણાવવાનું કે પહેલા રશિયા અને યુક્રેનમાં યુદ્ધ, પછી ઈઝરાયેલ-હમાસ વોર, અને ત્યારબાદ ઈઝરાયેલ ઈરાન વચ્ચે તણાવ...આ બધા કારણસર જિયો પોલીટિકલ સ્થિતિ બગડી અને રોકાણકારોએ સુરક્ષિત અને શાનદાર રિટર્ન માટે સોના તરફ ભાગવાનું શરૂ કરી દીધુ. આવામાં સોનાની વધતી ડિમાન્ડના કારણે ભાવમાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો. ગત 16 એપ્રિલ 2024ના રોજ એમસીએક્સ પર સોનાનો ભાવ 74000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચી ગયો હતો. અને ગ્લોબલ માર્કેટમાં તે 2400 ડોલર પ્રતિ ઔંસ (એક ઔંસ= 28 ગ્રામ) સુધી પહોંચી ગયું હતું. 

જો કે છેલ્લા કેટલાક સમયથી સોનામાં તેજી નીચે આવી છે અને તે 2300 ડોલર પ્રતિ ઔંસ આજુબાજુ પહોંચી ગઈ છે. ભારતીય કરન્સી પ્રમાણે જોઈએ તો 16 એપ્રિલ બાદ સોનાના ભાવ  લગભગ 3300 રૂપિયા ઘટી ચૂક્યા છે. જેની પાછળ ઈરાન અને ઈઝરાયેલમાં યુદ્ધ થમવાના સંકેતોને મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. 

(Disclaimer: આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસ લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More