Home> Business
Advertisement
Prev
Next

2024માં સોનામાં ભારે તેજીના એંધાણ, 68000 રૂપિયા સુધી પહોંચી શકે છે ભાવ, 5 ફેક્ટર જાણવા જરૂરી

Gold price outlook 2024: બુલિયન માર્કેટ માટે 2024માં સૌથી મોટું ટ્રિગર અમેરિકામાં દરોમાં કાપનું અનુમાન છે. તે હેઠળ આ વર્ષે 3 વાર વ્યાજ દર ઘટવાની આશા છે. તેનાથી દુનિયાભરમાં સેન્ટ્રલ બેંકોની પોલીસીથી નવી દિશા મળશે. 

2024માં સોનામાં ભારે તેજીના એંધાણ, 68000 રૂપિયા સુધી પહોંચી શકે છે ભાવ, 5 ફેક્ટર જાણવા જરૂરી

Gold price outlook 2024: બુલિયન માર્કેટમાં તેજીનો સિલસિલો નવા વર્ષ એટલે કે 2024માં પણ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. વાયદા બજારમાં 10 ગ્રામ ગોલ્ડનો રેટ 68000 રૂપિયાનું લેવલ ટચ કરી શકે છે. સોનઅંગે આવેલા લેટેસ્ટ બ્રોકરેજ રિપોર્ટ્સ મુજબ વ્યાજ દરોમાં કાપ બુલિયન માર્કેટ માટે મોટા ટ્રિગર્સમાં સામેલ છે. ઘરેલુ બજારની જેમ વિદેશી બજારોમાં પણ સોનું નવા રેકોર્ડ લેવલ પર ટ્રેડ કરશે. નવા વર્ષની પહેલી તારીખે પણ સોનામાં લગભગ 120 રૂપિયાની મજબૂતાઈ જોવા મળી. 

આ વર્ષે કેમ આવી શકે છે તેજી?
બુલિયન માર્કેટ માટે 2024માં સૌથી મોટું ટ્રિગર અમેરિકામાં દરોમાં કાપનું અનુમાન છે. તે હેઠળ આ વર્ષે 3 વાર વ્યાજ દર ઘટવાની આશા છે. તેનાથી દુનિયાભરમાં સેન્ટ્રલ બેંકોની પોલીસીથી નવી દિશા મળશે. આ સાથે જ વધતા જિયોપોલિટિકલ ટેન્શનથી રોકાણ માંગમાં વધારાની શક્યતા છે. પરિણામ સ્વરૂપે સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે. 

2024માં ક્યાં સુધી જશે સોનાનો ભાવ?
2024માં સોના પર અનેક બ્રોકરેજ હાઉસિસે અનુમાન જાહેર કર્યું છે. ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝે કહ્યું કે સોનાનો રેટ 66000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળી શકે છે. HDFC સિક્યુરિટીઝ મુજબ ગોલ્ડનો રેટ 67000 રૂપિયા સુધી જઈ શકે છે. મોતીલાલ ઓસવાલે અનુમાન કર્યું છે કે 10 ગ્રામ સોનાનો ભાવ 66000 રૂપિયા સુધી જઈ શકે છે. કુંવરજી ગ્રુપે 65000 રૂપિયા અને SMC ગ્લોબલે 68000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો ટાર્ગેટ આપ્યો છે. વિદેશી માર્કેટમાં સોનાના ભાવ પર UBS એ કહ્યું કે ગોલ્ડ 2250 ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ આપ્યો છે. ANZ એ 2250 ડોલર અને જેપી મોર્ગન 2300 ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ આપ્યો છે. 

ગોલ્ડ માટે 5 મહત્વના ફેક્ટર્સ
- ફેડરલ રિઝર્વ
- ગ્લોબલ આર્થિક સ્થિતિ
- જિયો પોલિટિકલ ટેન્શન
- સેન્ટ્રલ બેંકોની ખરીદી
- ડોલર ઈન્ડેક્સ

નવા વર્ષની મજબૂત શરૂઆત
સોનાની કિંમતમાં ગત વર્ષે રોકાણકારોને લગભગ 14 ટકાનું પોઝિટિવ રિટર્ન મળ્યું છે. નવા વર્ષની શરૂઆત પણ મજબૂત થઈ છે. 1 જાન્યુઆરીએ MCX પર સોનું 120 રૂપિયાની મજબૂતી સાથે કારોબાર કરી રહેલું જોવા મળ્યું હતું. 10  ગ્રામ સોનાનો રેટ 63300 રૂપિયા પર ટ્રેડ થતો જોવા મળ્યો. 

(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More